ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પરિવાર અને પુત્રી સાથે પણ સમય વિતાવે છે. ખાસ કરીને રોહિત તેની ત્રણ મહિનાની પુત્રી સમાયરા સાથે હળવાશની પળો વિતાવે છે. તાજેતરમાં જ તેણે પુત્રી સમાયરા સાથેનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં રોહિત શર્મા પુત્રી સમાયરાને રમાડી રહ્યો છે. સાથે જ રોહિત તેને રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય'નું ગીત પણ સંભળાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આટલું જ નહીં, આ વીડિયો અમિતાભ બચ્ચને પણ ખૂબ ગમ્યો છે. તેમણે પણ રિપ્લાય કરતાં લખ્યું 'Too cute'.
રોહિત શર્માના ક્યુટ વીડિયો પર 3,000 લોકોએ રિપ્લાય કર્યું છે, જ્યારે 12,000 રિટ્વિટ અને 1.25 લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. પિતા અને પુત્રીના આ અદભુત વીડિયોને જોઇને પ્રશંસકો રિપ્લાય કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલની 12મી સિઝનમાં ઉતરી તે પહેલાં રોહિત શર્માએ પુત્રી સાથે ક્વોલિટી સમય વિતાવ્યો હતો અને આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર