Home /News /sport /T20 WC: ઇંગ્લેન્ડ સામે શરમજનક હાર બાદ ડગઆઉટમાં રડી પડ્યો કેપ્ટન રોહિત શર્મા, આંસૂ નીકળ્યા

T20 WC: ઇંગ્લેન્ડ સામે શરમજનક હાર બાદ ડગઆઉટમાં રડી પડ્યો કેપ્ટન રોહિત શર્મા, આંસૂ નીકળ્યા

ઇંગ્લેન્ડ સામે ભારત હારતા રોહિત શર્મા રડી પડ્યો

Team India Loss Semi Final: ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ડગ આઉટમાં બેસીને રડી પડ્યો હતો. આ શરમજનક હાર બાદ કેપ્ટનની આંખો ભીની થઇ ગઇ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. આ સ્કોરને ઇંગ્લીશ ટીમે જોસ બટલર અને એલેક્સ હેલ્સની આક્રમક રમતના દમ પર માત્ર 16 ઓવરમાં જ મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઇંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખિતાબી જંગ માટે પાકિસ્તાન સામે ટકરાશે.

વધુ જુઓ ...

    ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ હાર બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કેપ્ટન રોહિત શર્મા ડગ આઉટમાં રડતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે આ પ્રથમ ટી-20 વર્લ્ડકપ રમ્યો હતો અને આ રીતે ટીમનું બહાર થવુ દિલ તોડી નાખનારૂ હતુ. ભારતે ટૂર્નામેન્ટનો પ્રારંભ શાનદાર અંદાજમાં પાકિસ્તાન સામે જીત સાથે કર્યો હતો. સુપર-12માં માત્ર એક મેચ હારીને ભારત સેમિ ફાઇનલમાં પહોચ્યુ હતુ. અહી ઇંગ્લેન્ડે શાનદાર રમત રમતા ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ હતુ.

    મેચની વાત કરવામાં આવે તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો જે 5 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી થઇ હતી. રોહિત શર્મા 56 રનના સ્કોર પર આઉટ થયો હતો, ક્રિસ જોર્ડને તેને 27 રને આઉટ કર્યો હતો. ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો આદિલ રાશિદે આપ્યો હતો. રાશિદે સૂર્યકુમાર યાદવને 14 રને આઉટ કર્યો હતો.

    ભારતે 75 રનમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઇ હતી. વિરાટ કોહલી 50 રન બનાવીને ક્રિસ જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. ભારતે 136 રનમાં પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા અંતિમ બોલમાં હિટ વિકેટ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 4 ફોર અને 5 સિક્સરની મદદથી 63 રન બનાવ્યા હતા. હાર્દિક પહેલા રિષભ પંત પણ 6 રને રન આઉટ થયો હતો.

    પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને કોઇ પરેશાની થઇ નહતી. 24 બોલ બાકી રહેતા ઇંગ્લેન્ડે 170 રન બનાવીને વિના વિકેટે મેચને જીતી લીધી હતી. જોસ બટલરે આ દરમિયાન 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन