વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં - રિપોર્ટ

News18 Gujarati
Updated: November 19, 2019, 4:05 PM IST
વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં - રિપોર્ટ
વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં

આ ઘરેલું શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 21 નવેમ્બરે ગુરુવારે થશે

  • Share this:
નવી દિલ્હી : બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી પછી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાવાની છે. આ ઘરેલું શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 21 નવેમ્બરે ગુરુવારે થવાની છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના પસંદગીકાર વન-ડે અને ટી-20 ટીમની પસંદગી કરવાના છે. માનવામાં આવે છે કે સિલેક્ટર્સ રોહિત શર્મા (Rohit Sharma)ને વન-ડે શ્રેણી માટે આરામ આપી શકે છે. જોકે રોહિત શર્મા આરામ કરવાના મૂડમાં નથી. તે વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે.

મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી બંને રમવા માંગે છે. રોહિત શર્મા હાલ જોરદાર ફોર્મમાં છે અને તે પોતાની લય જાળવી રાખવા માંગે છે પણ પસંદગીકારોની દલીલ છે કે આવનાર સમયમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના મોટા પ્રવાસે જવાની છે. જેના કારણે રોહિત શર્મા માટે આરામ જરુરી છે.

આ પણ વાંચો - IPL 2020માં યુવરાજ સિંહ નહીં રમી શકે, આ છે કારણ!

રોહિત શર્મા વર્ષની શરુઆતથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં પણ સ્થાયી ઓપનર બની ચૂક્યો છે. જેથી પસંદગીકારોને લાગે છે કે રોહિતને આરામ આપવો જરુરી છે. વર્લ્ડ કપ પછી કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત બીજા ખેલાડીઓને પણ આરામ આપવામાં આવ્યો છે. આમ તે રોહિત સાથે પણ ઇચ્છે છે. પસંદગીકારો વન-ડેમાં રોહિતને એટલા માટે આરામ આપવામાં આવે છે જેથી તેને વધારે આરામ મળશે.

જો પસંદગીકારો રોહિતને આરામ આપશે તો મયંક અગ્રવાલને વેસ્ટ ઇન્ડીઝ સામે તક મળી શકે છે. મયંકે ટેસ્ટ ફોર્મેટમાં પોતાને સાબિત કરતા 8 ટેસ્ટમાં 71.5ની એવરેજથી 858 ન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે બેવડી, એક સદી અને 3 અડધી સદી ફટકારી છે. મયંકનો અંદાજ આક્રમક છે, જેથી પસંદગીકાર તેને વન-ડેમાં તક આપવા માંગે છે.
First published: November 19, 2019, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading