રોહિત શર્માના રન બનવા વિરાટ કોહલી માટે સારી વાત નથી! જાણો કેમ?

  • Share this:
    ભારત અને આયરલેન્ડ વચ્ચે શુક્રવારે બીજી ટી-20 મેચ રમાશે. પ્રથમ ટી-20 મેચમાં જીત મેળવનાર ભારતીય ટીમ આ મુકાબલો જીતી શ્રેણીમાં જીત મેળવવા પ્રયત્ન કરશે. બીજી ટી-20માં ઓપનર રોહિત શર્મા સુકાની વિરાટ કોહલીને નિરાશ કરનારો છે. રોહિત શર્મા એક મોટા રેકોર્ડને વિરાટ પહેલા પોતાના નામે કરી શકે છે. વિરાટ અને રોહિત શર્મા બંને ટી-20માં 2 હજાર રનની નજીક છે. વિરાટ 1983 રન બનાવી ચૂક્યો છે જ્યારે રોહિત શર્મા 1949 રન બનાવી ચૂક્યો છે.

    વિરાટ કોહલી બે હજાર ટી-20 રનથી ફક્ત 17 રન પાછળ છે. જ્યારે રોહિત શર્માને આ આંકડા સુધી પહોંચવા માટે 51 રનની જરૂર છે. વિરાટ કોહલી આ આંકડાની ભલે નજીક હોય પણ રોહિત શર્માનું જોરદાર ફોર્મ તેને ટી-20માં 2000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનાવી શકે છે.

    રનનો જંગ ફક્ત વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે સિમિત નથી. વિકેટકીપર ધોની પણ 1500 રનથી ફક્ત 45 રન પાછળ છે. જો તે આ આંકડા વટાવી લેશે તો ભારતનો ચોથો બેટ્સમેન બની જશે. જેના નામે 1500થી વધારે રન ટી-20 રન હશે. ધોની પહેલા વિરાટ, રોહિત અને સુરેશ રૈના આ આંકડો વટાવી ચૂક્યા છે.

    શિખર ધવન 1000 રન પૂરા કરવાની નજીક છે. ધવનના નામે ટી-20માં 958 રન છે. આયરલેન્ડ સામે બીજી ટી-20માં 42 રન બનાવતા જ આ આંકડાને પાર કરી લેશે.
    Published by:Ashish Goyal
    First published: