Home /News /sport /

યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માને કહ્યું - પાછો આવી જાવ, ઇન્ડિયામાં સૂનું-સૂનું લાગે છે

યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માને કહ્યું - પાછો આવી જાવ, ઇન્ડિયામાં સૂનું-સૂનું લાગે છે

ફાઇલ ફોટો

  ટીમ ઇન્ડિયાના વર્તમાન ખેલાડીઓની વાત કરવામાં આવે તો બધાને એકબીજા સાથે ઘણો લગાવ છે. બધા એકબીજાને એટલા પસંદ કરે છે કે કોઈ શરમ વગર એકબીજાની સોશિયલ મીડિયા પર મજાક બનાવી દે છે. આ બધામાં સૌથી મજેદાર જોડી રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલની છે. બંને સારા મિત્રો છે અને હંમેશા એકબીજાની મજાક કરતા હોય છે. જ્યારે ચહલ રોહિતનું સોશિયલ મીડિયામાં અપટેડ જોવે તો તે પોતાને રોકી શકતો નથી. હવે તો રોહિતની પત્ની રિતિકા સજદેહ પણ પોતાના પતિને ટ્રોલ કરવા માટે યુજવેન્દ્રને ટેગ કરે છે.

  રોહિત આજકાલ પોતાની પત્ની સાથે પેરિસમાં વેકેશન માણી રહ્યો છે. તેણે આ દરમિયાન એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે - મ્યુઝીક દુનિયાને બદલી શકે છે કારણ કે તેમાં લોકોને બદલવાની તાકાત હોય છે.  ચહલે આ ટ્વિટ પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે તે ક્યારે ભારત પાછો આવી રહ્યો છે. તમારા વગર ઇન્ડિયામાં સૂનું-સૂનું લાગે છે. થોડાક દિવસો પહેલા ચહલના બર્થ ડે પર રિતિકાએ રોહિતને યુજવેન્દ્ર સાથે મળીને ટ્રોલ કર્યો હતો. આ દરમિયાન રિતિકાએ લખ્યું હતું કે જન્મ દિવસ મુબારક યુજવેન્દ્ર. મને વિશ્વાસ છે કે તુ આજે રોહિતને મિસ કરી રહ્યો હશે. હું જલ્દી તેને તારી પાસે મોકલી આપીશ.

  રોહિત શર્માએ ટ્વિટ કરતા લખ્યું હતું કે જન્મ દિવસ મુબારક ભાઈ, તુ બધાને પોતાના સ્પિન જાળમાં ફસાવતો રહે અને બધાને પ્રભાવિત કરતો રહે. સાથે આશા રાખું છું કે તને તારો તુટેલા દાંત મળી જાય. આનો જવાબ આપતા ચહલે લખ્યું હતું કે આભાર ભાભી, હા, હું તેને મિસ કરી રહ્યો છું પણ તમે ત્યાં સુધી તેને તમારી પાસે રાખજો જ્યાં સુધી હું પોતાનો તુટેલો દાંત શોધી ના લઉં. ચહલ રોહિતને રોહિતા કહે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Yuzvendra chahal, ભારત, રોહિત શર્મા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन