Home /News /sport /

આ રેકોર્ડ સાથે રોહિત શર્મા બની ગયો દુનિયાનો સૌથી ‘દબંગ’ ક્રિકેટર

આ રેકોર્ડ સાથે રોહિત શર્મા બની ગયો દુનિયાનો સૌથી ‘દબંગ’ ક્રિકેટર

    હિટમેન રોહિત શર્મા (137 અણનમ) અને કુલદીપ યાદવ (6/25)ના શાનદાર પ્રદર્શનની મદદથી ત્રણ વન-ડે મેચની શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. કુલદીપે હરીફ ટીમને 268ના સ્કોરે આઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પછી રોહિતે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે.

    ઓપનર રોહિત શર્માએ 181 વન-ડે મેચમાં કારકિર્દીની 18મી સદી ફટકારી હતી. તેણે 114 બોલમાં ચાર સિક્સર અને 15 ફોરની મદદથી આવી સિદ્ધિ મેળવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે વન-ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે. તે આમ કરનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી છે.

    રોહિતે બનાવ્યો રેકોર્ડ
    રોહિત શર્માએ નોટિંઘમ વન-ડેમાં અણનમ 137 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ સાથે તે દુનિયાનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેણે સતત સાત શ્રેણીમાં સદી ફટકારી છે. આ પહેલા રેકોર્ડ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2011થી 2012 વચ્ચે સતત 6 વન-ડે શ્રેણીમાં સદી ફટકારી હતી.

    ઇંગ્લેન્ડ સામે બેસ્ટ સ્કોર
    આ સિવાય રોહિત ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડમાં સૌથી મોટી વન-ડે ઇનિંગ્સ રમનાર ભારતીય બની ગયો છે. સાત વર્ષ પહેલા એટલે કે 2011માં વિરાટ કોહલીએ કાર્ડિફમાં 107 રનની ઇનિંગ્સ રમી હતી. રોહિતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે સદી ફટકારી હતી.

    વિરાટ સાથે આ મામલે રેસમાં
    છેલ્લા ત્રણ વર્ષમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન વિરાટે 13 વન-ડે સદી ફટકારી છે તો રોહિત 11 સદી ફટકારી તેની પાછળ-પાછળ જ છે. આ રેસમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. જેણે 10 સદી ફટકારી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Record, Team india, રોહિત શર્મા, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन