બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, નવા ચહેરાઓને તક

News18 Gujarati
Updated: October 24, 2019, 5:40 PM IST
બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, નવા ચહેરાઓને તક
ટીમ ઇન્ડિયાની ફાઇલ તસવીર

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે નવેમ્બરમાં ટી 20 અને ત્યારબાદ બે ટેસ્ટ મેચ સિરિઝ રમાશે. બાંગ્લાદેશની ટીમ આગામી મહિને ભારત પ્રવાસે આવી રહી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ ટી20 સિરિઝ માટે ટીમ ઇન્ડિયા (Team India)ની જાહેર થઇ ગઇ છે. આ સિરિઝ માટે વિરાટ કોહલીને (Virat Kohli) આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્માને (Rohit Sharma) કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમમાં નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. જેમાં સંજૂ સેમસન (Sanju Samson), શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને શિવમ દુબે (Shivam Dube)ના નામનો સમાવેશ થાયો છે. દુબે પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સામેલ થયો છે. તેમની ઓળખ તોફાની બેસ્ટમેન અને ઉપયોગી બોલર તરીકે થાય છે.

ટીમ ઇન્ડિયામાં ચાર ફેરફાર
આ સિરિઝ માટે ટીમ ઇન્ડિયામાં 4 ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને સ્પિનર રવિન્દ્ર જાડેજાને ટીમમાં લેવાયા નથી. જ્યારે હાર્દિકને ઇજા થવાના કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. સ્પિનર યુજવેન્દ્ર ચહલને લાંબા સમય પછી ટી20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે તેને પસંદ કરવામાં આવ્યો ન્હોતો.

સેમસન લાંબા સમય પછી થયો પસંદ
સંજૂ સેમસન પણ ટીમ ઇન્ડિયામાં પસંદ થયો છે. તેમણે વિજય હજારે ટ્રૉફીમાં ડબલ સેન્યુરી લગાવી હતી. ત્યારબાદ ટીમમાં તેને ટીમમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ અને ભારત (India vs Bangladesh) વચ્ચે નવેમ્બરમાં ટી 20 અને ત્યારબાદ બે ટેસ્ટ મેચ સિરિઝ રમાશે. બાંગ્લાદેશની ટીમ (Bangladesh Cricket Team)આગામી મહિને ભારત પ્રવાસે આવી રહી છે. અહીં ત્રણ 3 ટી20 અને 2 ટેસ્ટ સિરિઝ રમશે.ટી 20 સિરિજનો પ્રારંભ દિલ્હીમાં 3 નવેમ્બરથી થશે. બીજી મેચો રાજકોટમાં 7 નવેમ્બર અને ત્રીજી મેચ નાગપુરમાં 10 નવેમ્બર થશે. બે મેચોની ટેસ્ટ સિરિઝ 14 નવેમ્બરથી ઇન્દોરમાં શરૂ થશે. બીજી અને છેલ્લી ટેસ્ટ કોલકત્તામાં 22 નવેમ્બરથી રમાશે.

ટીમ આ પ્રકારે છે
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સંજૂ સેમસન, ઋષભ પંત, કેએલ રાહુલ, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, કૃષ્ણાલ પંડ્યા, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર અને યુજવેન્દ્ર ચહલ
First published: October 24, 2019, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading