Home /News /sport /

'હિટમેન' રોહિત શર્મા સદી ફટકારવામાં દુનિયાના બધા મહારથિયોથી આગળ

'હિટમેન' રોહિત શર્મા સદી ફટકારવામાં દુનિયાના બધા મહારથિયોથી આગળ

    ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બ્રિસ્ટલ ટી20માં રોહિત શર્માની તોફાની શતકની મદદથી ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી નાંખ્યો. જો કે, આ દરમિયાન રોહિતે પણ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

    ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો પછી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનાર રોહિત શર્મા માત્ર બીજો બેટ્સમેન છે.

    તેમને 56 બોલનો સામનો કરતાં 11 ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ 100 રનની ઈનિંગ રમી. રોહિતને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી. તે છઠ્ઠી વખત મેન ઓફ ધ મેચ બન્યો છે. રેકોર્ડ શાહિદ આફ્રિદી (11 વખત)ના નામે છે. જ્યારે ભારતીય બેટ્સમેનોમાં વિરાટ કોહલીએ દસ અને યુવરાજ સિંહે સાત વખત આ સન્માન મેળવ્યો છે.

    ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ત્રણ શતક લગાવનાર રોહિત દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.

    હિટમેનના નામે ટેસ્ટમાં ત્રણ સદી, વનડેમાં 17 (ત્રણ બેવડી સદી, વર્લ્ડ રેકોર્ડ) અને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ શતક નોંધાયેલ છે.

    ઈંગ્લેન્ડ વિરૂદ્ધ શતકીય ઈનિંગ દરમિયાન રોહિતે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા. તેમના નામે હવે 84 મેચોમાં 2086 રન નોંધાયેલ છે, જેમાં ત્રણ શતક અને 15 અર્ધશતક સામેલ છે. રોહિતથી પહેલા માર્ટિન ગુપ્ટિલ (2271), બ્રેન્ડેન મેક્કલમ (2140), શોએબ મલિક (2121) અને વિરાટ કોહલી (2102) આવું કરી ચૂક્યાં છે.

    રોહિત શર્માની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ચોથી વખત 200 પ્લસનો સ્કોર ચેજ કર્યો, જે રેકોર્ડ છે.

    ભારતે અત્યાર સુધી ત્રણ મેચોની આઠ ટી20 સિરીઝ રમી છે અને બધીમાં જીત મેળવી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: India vs england, Team india, રોહિત શર્મા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन