ICC Test Rankings: રોહિત શર્માએ ટેસ્ટ રેકિંગમાં કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો, જો રૂટ ટૉપ પર

પહેલી વાર ટેસ્ટ રેકિંગમાં ટોપ-5 માં પહોંચી ગયો છે.

ICC Test Rankings: ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેસ્ટમેન રોહિત શર્મા (Rohit Sharma) પહેલી વાર બેટિંગ રેકિંગમાં ટોપ-5માં પહોંચી ગઈ છે. તેમણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પાછળ છોડીને રોહિતના કરિયરની આ બેસ્ટ ટેસ્ટ રેકિંગ પણ છે.

  • Share this:
    દુબઈ: રોહિત શર્મા (Rohit Sharma)એ ટેસ્ટ રેંકિંગમાં સૌથી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. પહેલી વાર ટેસ્ટ રેકિંગ (ICC Test Rankings)માં ટોપ-5 માં પહોંચી ગયો છે. તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પાછળ છોડી દીધો છે. રોહિતને એક સ્થાનનો ફાયદો થતા તે 5માં સ્થાન પર આવી ગયો છે. કોહલી એક સ્થાન નીચે આવીને હવે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. અન્ય કોઈ પણ બેટ્સમેન ટોપ-10માં નથી.

    આઈસીસીની રેકિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ટોપ પર છે. તે 6 વર્ષ બાદ ટેસ્ટમાં ટોપ પર પહોંચ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે. રૂટ ભારતની સામે ચાલી રહેલી પાંચ મેચોમાં સીરીઝમાં પહેલી ત્રણ મેચોમાં 3 સદીની સાથે 507 રન બનાવ્યા રન બનાવ્યા છે. તેની એવરેજ 127ની છે. સીરીઝમાં અત્યારે 1-1 ની બરાબરી છે.





    પૂજારાને પણ મળ્યો 3 સ્થાનનો ફાયદો

    ચેતેશ્લર પૂજારાએ હેડિંગ્લે ટેસ્ટની બીજી ઈનિંગમાં 91 રન બનાવ્યા હતા આ સાથે જ તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. 15માં સ્થાન પર પહોંચી ગયો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ટોપ 10 બોલરોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે 10માં સ્થાન પર છે. આર અશ્વિન પહેલાની જેમ બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કમિન્સ પહેલાની જેમ ટોપ પર છે.

    આ પણ વાંચો: CPL 2021: અમ્પાયરના નિર્ણયથી નારાજ પોલાર્ડે મેદાન પર કરી વિચિત્ર હરકત, જુઓ VIRAL VIDEO

    એન્ડરસન પણ ટોપ-5માં

    ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન એક સ્થાનના ફાયદા સાથે ટોપ -5 માં પહોંચી ગયો છે. તેને પદનો લાભ મળ્યો. બીજી બાજુ, ઓલી રોબિન્સન 9 સ્થાન આગળ વધીને 36 મા અને ક્રેગ ઓવરટન 73 મા સ્થાને પહોંચી ગયા છે. ત્રીજી ટેસ્ટમાં આ ઝડપી બોલરોની ત્રિપુટીએ ટીમ ઈન્ડિયાને હારવા મજબૂર કરી અને ઈંગ્લિશ ટીમને ઈનિંગમાં વિજય અપાવ્યો.
    Published by:kuldipsinh barot
    First published: