પ્રેસ કોન્ફરન્સ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી. (Pic: Twitter)
Babar Azam's birthday: T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભાગ લેનારી તમામ ટીમોના કેપ્ટનોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તમામ ટીમના કેપ્ટનોએ મેચ જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.
આજે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આજમનો જન્મદિવસ છે. તેના જન્મદિવસની ઊજવણીમાં ખૂબ જ મોટી કેકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ટીમના કેપ્ટન હોલમાં પહોંચી ગયા હતા, જ્યાં રોહિત શર્મા પણ જોવા મળ્યા હતા.
અહી ઉલ્લેખનિય છે કે, T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પહેલા મેલબોર્નમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત 16 ટીમના કેપ્ટનોએ પોતાની વાત રજૂ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) નો જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી.
તમામ ટીમના કેપ્ટનોએ બાબર આઝમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. બાબર આઝમને આજે 28 વર્ષ પૂર્ણ થયા છે. મેલબોર્નમાં કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સ બાદ બાબર આઝમના જન્મદિવસની જોરશોરથી ઊજવણી કરવામાં આવી હતી.
રોહિત શર્મા બાબર આઝમના જન્મદિવસમાં ગેસ્ટ બન્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમના જન્મદિવસનો વિડીયો સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી પાર્ટી હોલમાં સૌથી પહેલા પહોંચે છે અને ત્યારબાદ રોહિત શર્મા ગેસ્ટ બનીને પાર્ટીમાં પહોંચે છે.
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, બર્થ ડે પાર્ટી દરમિયાન રોહિત શર્મા ખુશ જોવા મળી રહ્યા છે. બાબર આઝમ જન્મદિવસની કેક કટ કરે છે. ત્યારબાદ તમામ કેપ્ટને આ કેક ખાધી હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને પણ બાબર આઝમ સાથે હાથ મિલાવીને તેમના 28માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં તમામ ટીમના કેપ્ટનનો જુસ્સો જોવા મળ્યો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભાગ લેનારી તમામ ટીમોના કેપ્ટનોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તમામ ટીમના કેપ્ટનોએ મેચ જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ શાહીન અફરીદીની વાપસીથી ખુશી જોવા મળી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, બુમરાહની કમી જોવા મળશે. ફિંચે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં યોગ્ય સંતુલન જોવા મળી રહ્યું છે, તો વિલિયમસને જણાવ્યું કે, અમે અંડરડૉગ છીએ. આ પ્રકારે તમામ કેપ્ટને પોતાની વાત રજૂ કરી હતી. T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાને 23 ઓક્ટોબરે એકબીજા સામે અભિયાનની શરૂઆત કરવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર