Home /News /sport /VIDEO: અમ્પાયર પર બરાબરનો ભડક્યો રોહિત, વાઈડ ન આપ્યો તો જુઓ શું કર્યું

VIDEO: અમ્પાયર પર બરાબરનો ભડક્યો રોહિત, વાઈડ ન આપ્યો તો જુઓ શું કર્યું

અમ્પાયર બન્યા રોહિતનાં ગુસ્સાનો શિકાર

INDvsSA: દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં એક બોલ પર અમ્પાયરે વાઈડ ન આપતા રોહિત અમ્પાયર પર ગુસ્સે ભરાયો હતો. VIDEO સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    ગુવાહાટી: દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં ઘણી મોટી અને વિચિત્ર ઘટનાઓ બની. 40 ઓવર્સમાં 450થી વધારે રન બન્યા હતા. ભારતે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને ઘર આંગણે ટી-20 સિરીઝમાં હરાવ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માના ગુસ્સાનો પરિચય તમામને મળ્યો હતો.

    અમ્પાયરે વાઈડ ન આપતા ભડક્યો

    ઇનિંગની બીજી જ ઓવરમાં રોહિત શર્મા ક્રિઝ પર હતો ત્યારે પાર્નેલની ઓવરમાં એક બોલ પર અમ્પાયરે વાઈડ ન આપતા રોહિત અમ્પાયર પર ગુસ્સે ભરાયો હતો. ટીવીના ટેલિકાસ્ટમાં તેનો ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. રોહિતે વાઈડ બોલ પર રીવ્યુ લેવાની માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે રોહિત અગ્રેસિવ કપ્તાન તરીકે જાણીતો છે તે દરેક ઘટનાનું રિએક્શન આપતો ગ્રાઉન્ડ પર જોઈ શકાય છે. આજે રોહિતના ગુસ્સાનો શિકાર અમ્પાયર્સ બન્યા હતા.



    રોહિત શર્મા તેની 400મી T20 મેચ રમી રહ્યો છે. તેણે પોતાની ખાસ મેચને યાદગાર બનાવી છે.

    ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામેની 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે. વિશ્વ ક્રિકેટમાં 'હિટમેન' તરીકે ઓળખાતા રોહિતે ગુવાહાટી T20 મેચમાં ત્રીજો રન પૂરો કરતાની સાથે જ એક કેલેન્ડર વર્ષમાં 500 રન પૂરા કર્યા.

    આ પણ વાંચો: 'હિટમેન'એ 400મી T20 મેચને યાદગાર બનાવી; આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

    રોહિત શર્માએ આ વર્ષે એટલે કે 2022માં 500થી વધુ રન બનાવ્યા છે. તે એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500નો આંકડો પાર કરનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે. અગાઉ વર્ષ 2018માં, રોહિતે 19 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે સદી અને 3 અડધી સદીની મદદથી 590 રન બનાવ્યા હતા. રોહિતની આ એકંદરે 400મી T20 મેચ છે.

    રોહિત સૌથી વધુ T20 મેચ રમનાર 9મો ખેલાડી બન્યો

    400 કે તેથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા નવમા નંબરે છે. સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કિરન પોલાર્ડના નામે છે. પોલાર્ડે 614 T20 મેચ રમી છે. આ યાદીમાં બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે, જેણે અત્યાર સુધી 556 રન બનાવ્યા છે જ્યારે પાકિસ્તાનનો શોએબ મલિક 481 મેચ સાથે ત્રીજા નંબર પર છે. ગેલ 463 મેચ સાથે ચોથા નંબર પર છે

    ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ઘરઆંગણે પ્રથમ વખત ટી-20 શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે આ ચાલી રહેલી ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. પણ ભારતના શ્રેણી વિજય સાથે આ ટી20 મેચ માત્ર ઔપચારિકતા રહેશે.

    સાઉથ આફ્રિકાને ઘરઆંગણે પ્રથમ વખત ટી-20 શ્રેણીમાં હરાવ્યું

    બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામે 238 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 221 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ આ સાથે ઈતિહાસ રચ્યો છે. તે ભારતની ધરતી પર T20I શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, India Vs SA, Sports news

    विज्ञापन
    विज्ञापन