ટીમ ઈન્ડિયા (Team India)ને રવિવારે મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે (INd vs BAN) એક વિકેટથી કપરી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે છેલ્લી વિકેટની જોડી મેહિદી હસન મિરાઝ (Mehidy Hasan Miraz) અને મુસ્તફિઝુર રહેમાન (Mustafizur Rahman)ની જોડીએ રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમને સ્તબ્ધ કરવા માટે છેલ્લી વિકેટ માટે 51 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ભારત પાસે રમત પૂરી કરવાની અનેક તકો હતી. જેમાં વિકેટકીપર કે.એલ.રાહુલે (KL Rahul) કેચ છોડી દીધો હતો અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) પણ એક કેચ મિસ કરી દીધો હતો.
સુંદરે કેચનો પ્રયાસ કર્યો નહીં
43મી ઓવરમાં મિરાઝે શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ની બોલ પર ટોચની એજ લીધી, જે વિકેટ-કીપર બેટર કેએલ રાહુલ માટે આસાન કેચ લાગી રહી હતી. જોકે, ભારતીય વાઇસ કેપ્ટને એક સિટરને છોડી દીધો હતો. એ પછીના બોલ પર બાંગ્લાદેશના આ ઓલરાઉન્ડરને વધુ એક ચાન્સ મળ્યો હતો. કારણ કે તેણે હવામાં એક બૉલને થર્ડ મેન તરફ ફટકાર્યો હતો. જ્યાં વોશિંગ્ટન સુંદર ઊભો હતો. ફ્લડલાઇટ્સના કારણે સુંદરે સંભવતઃ બોલ કેચનો પ્રયાસ કર્યો નહીં.
" isDesktop="true" id="1295011" >
બેક-ટુ-બેક ભૂલો બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને તેણે સુંદરને અપશબ્દો બોલવાનું (Rohit Sharma lost his cool on Sundar) શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયો (Viral Video)માં ભારતીય કેપ્ટન ઓલરાઉન્ડરની ઝાટકણી કાઢતો જોઈ શકાય છે.
ભારત માટે કે.એલ.રાહુલ એકમાત્ર રેન્જર હતો. જેણે 70 બોલમાં શાનદાર 73 રન બનાવ્યા હતા અને વોશિંગ્ટન સુંદર સાથે 60 રનની ભાગીદારીમાં મોટા ભાગનો સ્કોર કર્યો હતો. જોકે, તે પૂરતા રન નહોતા. બીજા 30-40 રનથી મોટો તફાવત ઉભો કરી શકત.
રોહિત શર્માએ મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, કમનસીબે, અમે વચ્ચે વિકેટો ગુમાવી દીધી હતી અને કમબેક કરવું સરળ નથી. રોહિતે કહ્યું કે, ભારતીય બેટ્સમેનોએ સ્પિનરો સામે બેટીંગમાં સાથે મળીને પોતાનો દેખાવ કરવો પડશે. કારણ કે પ્રથમ વન ડેમાં તેમની છ વિકેટ સ્પિનરોના હાથમાં આવી હતી. તેણે ઉમેર્યુ હતું કે, "પિચ થોડી પડકારજનક હતી. ઓડ બોલ ટર્ન થઈ રહ્યો હતો. તમારે કેવી રીતે રમવું તે સમજવું પડશે. કોઈ બહાના નહીં. આપણે આવી પરિસ્થિતિઓથી ટેવાઈ ગયા છીએ. અમારે આ પરિસ્થિતિમાં તેમના સ્પિનરો સામે કેવી રીતે બેટિંગ કરવી તે જોવાની જરૂર છે."
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર