Home /News /sport /ROHIT SHARMA : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ઇનિંગમાં ફટકારી સદી, કેપ્ટન તરીકે મેળવી અનોખી સિદ્ધિ
ROHIT SHARMA : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ઇનિંગમાં ફટકારી સદી, કેપ્ટન તરીકે મેળવી અનોખી સિદ્ધિ
rohit sharma century
IND VS AUS : નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની પહેલી જ મેચની પહેલી જ ઇનિંગનાં બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તરફથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી.
IND VS AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી દીધી છે. આ સાથે રોહિત એકમાત્ર એવો ભારતીય કેપ્ટન છે જેણે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય. કેપ્ટન તરીકે આ ખેલાડીએ અગાઉ વન ડે ક્રિકેટ અને ટી-20માં સદી ફટકારી હતી અને હવે ટેસ્ટમાં પણ કેપ્ટન તરીકે તેણે સદી ફટકારીને અનોખો રેકોર્ડ સર્જી દીધો છે.
નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની પહેલી જ મેચની પહેલી જ ઇનિંગનાં બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તરફથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ રોહિતની ટેસ્ટ ક્રિકેટમાં 9મી સદી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી પાંચ વિકેટ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) હતી. જાડેજાએ મેચમાં 22 ઓવર નાંખી અને કાંગારુ બેટ્સમેનોને પોતાની સ્પિનથી મૂંઝવણમાં મૂકી દીધા હતા.
શુક્રવારે મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં એક વિકેટે 77 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ કલાકમાં રોહિત શર્મા અને આર અશ્વિને ટીમને કોઈ ઝટકો લાગવા દીધો ન હતો. બંને વિકેટ બચાવીને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ 40 રન પણ જોડ્યા હતા. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર 22 વર્ષીય ઓફ સ્પિનર ટોડ મર્ફીએ આ ભાગીદારી તોડી હતી. અશ્વિન 62 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. 2 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. રોહિત શર્મા અને આર અશ્વિને બીજી વિકેટ માટે 42 રન જોડ્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે મહત્વની સીરિઝ
ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ 4માંથી 3 મેચ જીતશે તો તે સીધી ક્વોલિફાય થશે. પણ જો ટિમ 2 કે તેથી ઓછી ટેસ્ટ જીતશે, તો અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર