રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવાના મામલે 8 દેશોને પછાડ્યા

રોહિત શર્માએ શ્રીલંકા સામે સદીની સાથે એક વર્ષમાં 10મી સદી પૂરી કરી.

છેલ્લા 3 વર્ષમાં સદી કરવાના મામલે રોહિત શર્મા સૌથી આગળ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : રોહિત શર્માએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતાં શ્રીલંકાની વિરુદ્ધ પણ સદી ફટકારી. આ તેની વનડે કારર્કિદીની 27મી, વર્લ્ડ કપ ઈતિહાસમાં છઠ્ઠી અને આ ટૂર્નામેન્ટમાં પાંચમી સદી છે. શ્રીલંકાની વિરુદ્ધ સદી કરતાં જ તેણે અનેક દિગ્ગજોના કારનામાને પાછળ મૂકી દીધા છે. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનથી વધુ સદી રોહિત ફટકારી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ 4, બાંગ્લાદેશે 3, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝે 2-2 અને દક્ષિણ આફ્રિકાએ એક સદી કરી છે.

  ક્રિકેટના 142 વર્ષના ઈતિહાસમાં માત્ર બે વાર આવું થયું છે જ્યારે કોઈ બેટ્સમેને કોઈ એક વનડે સીરીઝ કે ટૂર્નામેન્ટમાં પાંચ સદી કરી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં રોહિતની પાંચ સદી પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇડ વોલકોટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1955માં આ કારનામો કર્યો હતો.

  આ પણ વાંચો, રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી

  રોહિત છેલ્લા એક વર્ષમાં 34 ઈનિંગમાં 10 સદી કરીને 2063 રન પૂરા કરી ચૂક્યો છે. વનડે ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેને એક વર્ષમાં 10 સદી નથી કરી.

  3 વર્ષમાં ફટકારી 17 સદી

  રોહિતે છેલ્લા થોડાક વર્ષોમાં પોતાની રમતમાં જોરદાર ફેરફાર કર્યો છે. સાથોસાથ તે હવે રન કરવામાં પણ ઘણી સાતત્યતા જોવા મળી રહી છે. આંકડા જણાવે છે કે 2017થી પહેલા તેણે 147 ઇનિંગમાં માત્ર 10 સદી કરી હતી પરંતુ 2017 બાદ તેણે 61 ઇનિંગમાં 17 સદી ફટકારી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તો તે સદી ફટકારવાના મામલામાં સૌથી આગળ છે.

  આ પણ વાંચો, પહેલી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે, બીજીમાં ENG-AUS ટકરાશે

  લક્ષ્યનો પીછો કરતાં સદી કરવામાં ત્રીજા નંબરે

  વનડેમાં લક્ષ્યનો પીછો કરતાં સદી કરવાના મામલામાં રોહિત હવે ત્રીજા નંબરે આવી ગયો છે. તે અત્યાર સુધી લક્ષ્યનો પીછો કરવા દરમિયાન 13 સદી કરી ચૂક્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડ્યો જેણે 12 સદી કરી હતી. આ મામલામાં સૌથી આગળ વિરાટ કોહલી છે જેણે 25 સદી કરી છે. સચિન તેંડુલકર 17 સદી સાથે બીજા નંબરે છે.

  આ પણ વાંચો, Ind vs SL : રોહિત-લોકેશ રાહુલની સદી, ભારતનો શાનદાર વિજય
  Published by:Mrunal Bhojak
  First published: