Home /News /sport /ચાલુ મેચમાં કેમેરામેને એવું તો શું કરી નાખ્યું કે રોહિત શર્મા ગાળાગાળી પર ઉતારી આવ્યો? Video વાયરલ
ચાલુ મેચમાં કેમેરામેને એવું તો શું કરી નાખ્યું કે રોહિત શર્મા ગાળાગાળી પર ઉતારી આવ્યો? Video વાયરલ
રોહિત શર્માને કેમેરામેન પર આવી ગયો ગુસ્સો
Ind Vs Aus, Nagpur Test, Rohit Sharma: નાગપુર ટેસ્ટમાં ભારતીય ટીમને મોટી જીત મળી છે. મેચ દરમિયાન એક પળ માટે કેપ્ટન રોહિત શર્મા કેમેરામેન પર ગુસ્સે થઈ ગયો હતો. આ ગુસ્સાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ ટેસ્ટ મેચમાં ભારતે એક ઈનિંગ્સ સાથે મેચ પર વિજય મેળવી લીધો છે. મેચમાં એક પળે કેપ્ટન રોહિત શર્મા કેમેરામેન પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સતત પોતાના પર કેમેરો રહેવાના કારણે રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો. જ્યારે રોહિત અશ્વિનની અપીલ પર રિવ્યૂની માગણી કરી હતી ત્યારે આ ઘટના બની હતી.
ભારતે બીજી ઈનિંગ્સમાં 18મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી કરાવવામાં આવી હતી. અશ્વિને ઓવરના બીજા જ બોલે પીટર હન્ડકોમ્બને એલબીડબલ્યુ આઉટ કરવાની અપીલ કરી હતી. પરંતુ અમ્પાયર રિચર્ડ ઈલ્વિંવર્થે અશ્વિનની અપીલ સાથે સહમત નહોતા થયા. પરિણામે રોહિત શર્માએ રિવ્યૂની માગણી કરી હતી.
રોહિત શર્માને કેમ કેમેરામેન પર ગુસ્સો આવી ગયો?
આ બધાની વચ્ચે થર્ડ એમ્પાયર સ્ક્રીન પર બોલ ટ્રેકિંગ ચેક કરી રહ્યા હતા ત્યાર કેમેરામેન રોહિત શર્માની સાથે ખેલાડીઓને બતાવી રહ્યા હતા. આ જોઈને કેપ્ટન રોહિત શર્માને ગુસ્સો આવી ગયો હતો અને અપશબ્દો કહી દીધા હતા. રોહિત શર્માએ કેમેરામેન પર કરેલી કમેન્ટ સાંભળીને સાથી ખેલાડીઓ પણ હસવાનું રોકી શક્યા નહોતા. જોકે, ભારતે મેચમાં વિજય મેળવ્યો છે માટે આ વાતને લઈને ફેન્સ રોહિતને ટ્રોલ કરવાના બદલે મજા લઈ રહ્યા છે.
નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચ ભારત એક ઈનિંગ્સ અને 132 રનથી જીતીને વિદેશી ટીમ પર શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બેટિંગ અને બોલિંગ બન્નેમાં તરખાટ મચાવ્યો હતો. ભારતીય બોલરોના ઝંઝાવત સામે ઓલસ્ટ્રેલિયાની ટીમ પાંગળી સાબિત થઈ હતી. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં 7 વિકેટ લઈને 70 રન કરીને ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જાડેજાને મેચ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય અશ્વિન અને અક્ષર પટેલે પણ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર