Home /News /sport /VIDEO: રોહિત શર્મા ટોસ તો જીત્યો પણ ભૂલી ગયો કે બોલિંગ કરવી કે બેટિંગ, બીજી વન-ડે પહેલા બની વિચિત્ર ઘટના
VIDEO: રોહિત શર્મા ટોસ તો જીત્યો પણ ભૂલી ગયો કે બોલિંગ કરવી કે બેટિંગ, બીજી વન-ડે પહેલા બની વિચિત્ર ઘટના
rohit sharma toss
IND VS NZ: ભારત ન્યૂઝીલેન્ડની બીજી વનડે અગાઉ ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત બોલિંગ કરવી કે બેટિંગ કરવી તે ભૂલી ગયો હતો થોડી સેકંડ સુધી માથું પકડી રાખ્યા પછી તેણે કહ્યું, "અમે બોલિંગ કરીશું.".
રોહિત શર્મા (Rohit Sharma)ની નજર ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણી (INd vs NZ) જીતવા તરફ છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે (IND vs NZ 2nd ODI)માં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત બોલિંગ કરવી કે બેટિંગ કરવી તે ભૂલી (roht sharma forgot what he wanted to do) ગયો છે. થોડી સેકંડ સુધી માથું પકડી રાખ્યા પછી તેણે કહ્યું, "અમે બોલિંગ કરીશું.".
નોંધનીય છે કે, હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 12 રનથી જીત મેળવી હતી. શુબમન ગિલે બેવડી સદી ફટકારી હતી, પરંતુ માઇકલ બ્રેસવેલે સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, અમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમામ પડકાર માટે તૈયાર છીએ. અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. ભારતે પ્રથમ બેટિંગ કરીને પહેલી મેચ જીતી લીધી હતી. પહેલા મેચની વાત કરીએ તો શુબમન સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં રોહિત, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ બેટ સાથે કમબેક કરવા માંગશે. આ સાથે જ મોહમ્મદ શમી બોલર તરીકે જૂના ફોર્મમાં આવવાના પ્રયાસો કરશે.
રાયપુરના શહીદ વીર નારાયણ સ્ટેડિયમમાં પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ રમાઇ રહી છે. પરંતુ અહીં કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને સદી ફટકારી છે. જોકે તેઓ હાલની વન ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. 2014માં ન્યૂઝીલેન્ડની હોમ ટીમ નોર્ધન ડિસ્ટ્રિક્ટે પ્રથમ બેટિંગ કરતા મોટી જીત મેળવી હતી. ચેમ્પિયન્સ લીગ ટી-20 મેચમાં નોર્ધને પ્રથમ રમતા 5 વિકેટે 206 રન બનાવ્યા હતા. વિલિયમસન 49 બોલમાં 101 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની કેપ કોબ્રાસની ટીમ 7.2 ઓવરમાં 2 વિકેટે 44 રન જ બનાવી શકી હતી. આ પછી વરસાદને કારણે મેચ રમી શકાઈ નહતી.
મોટો સ્કોર બનાવવામાં ન્યૂઝીલેન્ડ નિષ્ફળ
ન્યૂઝીલેન્ડની ટીમ બીજા વન ડેમાં મોટો સ્કોર હાંસલ કરવા મહેનત કરી હતી. પણ આ વખતે પણ પહેલા મેચમાં કેપ્ટન લાથમ, ફિન એલેન અને ડેવોન કોનવેનું પ્રદર્શન સારું નહોતું રહ્યું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર