પ્રથમ મેચમાં જ રોહિત-રાહુલે બનાવ્યો રેકોર્ડ, સચિન-ગાંગુલી રહી ગયા પાછળ

શિખર ધવનને ઇજા બાદ થયેલી મેચમાં તેમના સ્થાને કે.એલ. રાહુલને ઓપનિંગમાં મોકલવામાં આવ્યા હતા. રાહુલ 57 રનની ઇનિંગ રમી હતી.

News18 Gujarati
Updated: June 16, 2019, 5:13 PM IST
પ્રથમ મેચમાં જ રોહિત-રાહુલે બનાવ્યો રેકોર્ડ, સચિન-ગાંગુલી રહી ગયા પાછળ
રોહિત-રાહુલની જોડીએ પાકિસ્તાન સામે નવો રોકર્ડ સર્જ્યો હતો.
News18 Gujarati
Updated: June 16, 2019, 5:13 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના સૌથી મોટા મુકાબલામાં આજે ભારતની પાકિસ્તાન સામે મેચ યોજાઈ છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારત પ્રથમ બેટિંગ કરતા સંગીન શરૂઆત કરી હતી. ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય ઑપનિંગ જોડીનો હતો જોકે, ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને ટીમ મેનેજમેન્ટે કે.એલ.રાહુલને બેટિંગ આપી હતી. રાહુલ અને રોહિતની જોડીએ પ્રથમ મેચમાં જ દેશની પોપ્યુલર ઑપનિંગ જોડી સચિન-ગાંગુલીને પાછળ મૂકી દીધા હતા. રોહિત રાહુલની ઑપનિંગ જોડીએ 100 કરતાં વધુ રન નોંધાવી અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.

પાકિસ્તાન વિરુદ્ધ ઑપનિંગ જોડીનો રેકોર્ડ
અગાઉ વર્ષ 1992ના વર્લ્ડ કપમાં જાડેજા- શ્રીકાંતની જોડીએ પાકિસ્તાન સામે 25 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે 1996ના વર્લ્ડ કપમાં સચિન- સિદ્ધુની જોડીએ 90 રનની ભાગીદારી નોંધાવી હતી. 1999ના વર્લ્ડકપમાં સચિન-સદગોપન રમેશે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે સચિન-સહેવાગે 2011માં 48 રન તો રોહિત અને ધવને 2015માં 34 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો : Live Ind vs Pak : રોહિત શર્માએ 85 બોલમાં ફટકારી સદી

24 વર્ષ બાદ વોર્નર- ફિંચે નોંધાવી હતી સદીની ભાગીદારી
ઑસ્ટ્રેલિયાના ધુરંધરો ઑપનર એરોન ફિંચ અને ડેવીડ વોર્નરે સદીની ભાદીદારીનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ 24 વર્ષથી કોઈ પણ ઓપનર 100 રન કરી શક્યું નહોતું. આ જોડીએ 100+ સ્કોર કરી અને 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
Loading...

આ પણ વાંચો :  ભારત સામે ટોસ જીતીને પાકિસ્તાનના કેપ્ટને કરી નાખી મોટી ભૂલ!

પાકિસ્તાન સામે 100+ નોંધાવનાર ઑપનિંગ જોડી
જી ગ્રીની- ડી હેન્સ ઓવલ 1979, 132 રન
જી ફાઉલર- સી તવારે માન્ચેસ્ટર 1983, 115 રન
ડી હેન્સ- બી લારા, એમસીજી 1992- 175(અણનમ)
આર સ્મિથ- એમ એથર્ટન, કરાચી, 1996, 147
ડેવિડ વોર્નર- એરોન ફિંચ, ટૈટન, 2019 146
રોહિત શર્મા-કે.એલ.રાહુલ,માન્ચેસ્ટર, 119

 
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...