મેદાન પર જર્સી બદલી રહ્યો હતો ફિલ્ડર, બોલ ગયો બાઉન્ડ્રી પાર, વીડિયો જોઈને હસી હસીને લોથપોથ થઈ જશો

મેદાન પર જર્સી બદલી રહ્યો હતો ફિલ્ડર, બોલ ગયો બાઉન્ડ્રી પાર, વીડિયો જોઈને હસી હસીને લોથપોથ થઈ જશો
મેદાન પર જર્સી બદલી રહ્યો હતો ફિલ્ડર, બોલ ગયો બાઉન્ડ્રી પાર, વીડિયો જોઈને હસી હસીને લોથપોથ થઈ જશો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને પણ આ વીડિયો જોયો છે તે હસ્યા વગર રહી શક્યા નથી

 • Share this:
  નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર હંમેશા મજાકીયા ઘટના જોવા મળે છે. જેણે જોઈને પ્રશંસકો હસી-હસીને લોથપોથ થઈ જાય છે. આવી જ એક ઘટના અબુધાબીમાં રમાતી ટી-10 લીગમાં (T10 League)જોવા મળી છે. નોર્દન વોરિયર્સ અને ટીમ અબુધાબી વચ્ચે રમાયેલી મેચમાં ફિલ્ડર બાઉન્ડ્રી લાઇન પર પોતાની જર્સી બદલી રહ્યો હતો ત્યારે બોલ તેની પાસેથી બાઉન્ડ્રી લાઇન વટાવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને પણ આ વીડિયો જોયો છે તે હસ્યા વગર રહી શક્યા નથી.

  નોર્દન વોરિયર્સની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી તે દરમિયાન બેટ્સમેન એક શોટ રમ્યો હતો. આ સમયે ટીમ અબુધાબીનો ફિલ્ડર રોહન મુસ્તુફા (Rohan Mustafa)બાઉન્ડ્રી લાઇન પર જર્સી બદલી રહ્યો હતો. બોલરને તે વિશે ખબર ન હતી અને તેણે બોલ ફેક્યો હતો. તે સમયે બેટ્સમેન શોટ રમ્યો અને રોહન મુસ્તુફાએ અડધી જર્સી પહેરી હતી અને બોલ તેની પાસેથી નીકળી ગયો હતો. બેટિંગ કરનારી ટીમને ચાર રન મળ્યા હતા. આ ઘટનાને જોઈને બધા લોકો દંગ રહી ગયા હતા. વિપક્ષી ટીમનો ખેલાડી નિકોલસ પૂરન તો હસી-હસીને લોથપોથ થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.  આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ  રોહન મુસ્તુફાના કારણે હારી અબુધાબીની ટીમ

  રોહન મુસ્તુફાએ અંતિમ બોલ પર એક એવી ભૂલ કરી કે જેના કારણે તેમની ટીમે મેચ ગુમાવી પડી હતી. અંતિમ બોલ પર નોર્દન વોરિયર્સને 2 રનની જરૂર હતી. વિપક્ષી ટીમના બેટ્સમેન રોવમેન પોવેલે લોંગ ઓન તરફ શોટ રમ્યો હતો અને બોલ રોહન મુસ્તુફાના હાથથી છટકી ગયો હતો. નોર્ધન વોરિયર્સને આસાનથી બે રન મળ્યા હતા અને જીત મેળવી હતી.
  Published by:Ashish Goyal
  First published:February 02, 2021, 21:27 pm

  ટૉપ ન્યૂઝ