Home /News /sport /દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો, ત્યાંથી વર્લ્ડકપ પણ રમ્યો, આજે વિરોધી ટિમમાંથી રમીને તોડી નાખ્યુ સપનુ

દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો, ત્યાંથી વર્લ્ડકપ પણ રમ્યો, આજે વિરોધી ટિમમાંથી રમીને તોડી નાખ્યુ સપનુ

Roelof van de Merwe

Roelof van de Merwe: દક્ષિણ આફ્રિકામાં જન્મેલો અને તેના વતી આ ક્રિકેટર જેણે આજની મેચમાં એ જ ટીમના મોઢેથી જીતનો પ્યાલો છીનવી લીધો હતો.

  • News18.com
  • Last Updated :
  • New Delhi, India
    T20 WORLDCUP 2022: આજે રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. ટૂર્નામેન્ટની મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવ્યું છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે.

    પણ આ મેચમાં એક ખેલાડી સૌના ધ્યાનમાં આવ્યો હતો કે જેણે મહેફિલ લૂંટી લીધી હતી. આ ખેલાડી એટ્લે નેધરલેન્ડનો 37 વર્ષનો ઓલરાઉન્ડર રૂલોફ વેન ડેર મેરવે.

    ડેવિડ મિલરનો કેચ ઝડપીને બગડી બાજી 

    છેલ્લી પાંચ ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 48 રન બનાવવાના હતા. ડેવિડ મિલર શાનદાર ફોર્મમાં રમી રહ્યો હતો. એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકા આસાનીથી મેચ જીતી જશે. 16 મી ઓવરના બીજા બોલે તેણે કેડીકે શૉટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને હવામાં ચાલ્યો ગયો હતો. બેકવર્ડ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા રૂલોફ વેન ડેર મેરવેએ આ કેચ ઝડપી લીધો હતો. બસ આ જ કેચ દક્ષિણ આફ્રિકાને સૌથી વધારે ભારે પડ્યો હતો અને ટીમ સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવતા રહી ગઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે રૂલોફ અગાઉ દક્ષિણ આફ્રીકાનો ખેલાડી રહી ચૂક્યો છે. તેનો જન્મ પણ દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો અને તે ઇન્ટરનેશનલ આફ્રિકા વતી ક્રિકેટ પણ રમી ચૂક્યો છે.










    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    દક્ષિણ આફ્રિકામાં જ જન્મ્યો હતો

    37 વર્ષનો ઓલરાઉન્ડર રૂલોફ વેન ડેર મેરવે દક્ષિણ આફ્રિકામાં જ જન્મ્યો હતો. તેણે 2009માં દક્ષિણ આફ્રિકા વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઉપરાંત અંડર 19 વર્લ્ડકપ પણ રમ્યો હતો.  ડાબોડી સ્પિનર મેરવેએ દક્ષિણ આફ્રિકા વતી 13 વન ડે અને 13 ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમી છે. ત્યાર બાદ તેમણે 2015માં નેધરલેન્ડનો પાસપોર્ટ માલ્ટા ત્યાંથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તે 36 ટી-20 અને 3 વનડે મેચ રમી ચૂક્યો છે.

    આ પણ વાંચો: ICC ભારતને સેમી ફાઇનલમાં પહોંચાડવા માગે છે...આફ્રિદીના દાવા પર BCCI પ્રમુખે આપ્યો જોરદાર જવાબ

    મેચમાં પ્રથમ બેટિંગ કરતાં નેધરલેન્ડે 4 વિકેટે 158 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલિન એકરમેને 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: T20 World Cup 2022, T20Worldcup, ક્રિકેટ, ટી-20

    विज्ञापन
    विज्ञापन