નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ક્રિકેટ મેચ દરમ્યાન અનેક દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. તેમની સામેની ટીમ તેમના નામથી જ પરેશાન થઈ જતી હતી. ત્યારે ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ શોએબ અખ્તર સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો છે. ઉથપ્પાએ યુ-ટ્યુબ ચેનલ પર જણાવ્યું કે શોએબ અખ્તરે મેચ પહેલા તેને ધમકી આપી હતી.
આ ઘટના નવેમ્બર 2007ની છે. પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી અને બંને દેશો વચ્ચે ગ્વાલિયરમાં વન ડે સીરિઝનો ચોથો મુકાબલો થવાનો હતો. આ મેચના એક દિવસ પહેલા શોએબે ઉથપ્પાને ધમકી આપી હતી કે, જો તેઓ પગનો ઉપયોગ કરીને શોટ રમશે તો તે તેના માથા પર બીમર ફેંકશે. ઉથપ્પા આ વાતથી ડરી ગયો હતા અને શોએબ સામે તે પગનો ઉપયોગ કરીને શોટ રમ્યા ન હતો.
ઉથપ્પાએ કહ્યું કે ગુવાહાટીમાં અમે એક મેચ રમી રહ્યા હતા, મેચ જીતવા માટે અમારે 25 બોલમાં 12 રન કરવાના હતા. હું અને ઈરફાન પઠાણ ક્રીઝ પર હતા. મને યાદ છે જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે શોએબે મને યોર્કર ફેંક્યો હતો. હું તે બોલ સાથે સરળતાથી રમી શક્યો. તે બોલની સ્પીડ 154 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ હતી. તે બાદ બીજો બોલ ફુલટોસ હતો અને તેના પર મેં ચોગ્ગો માર્યો હતો અને જીતવા માટે 3 કે 4 રન કરવાના હતા. મેં ખુદને કહ્યું કે શોએબ અખ્તરના બોલ પર પગનો ઉપયોગ કરીને શોટ મારવાનો છે. મેં વિચાર્યું કે મને આ તક કેટલી વાર મળશે?
તેણે એક બોલ ફેંક્યો અને પગનો ઉપયોગ કરીને શોટ મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ બેટના કિનારા પર વાગતા ચોગ્ગો થયો હતો અને મેચ જીતી હતી. તે બાદ અમે હોટલમાં પરત ફર્યા. અમારે આગામી મુકાબલો ગ્વાલિયરમાં રમવાનો હતો અને અમે હોટેલમાં જમી રહ્યા હતા. તે સમયે શોએબ અખ્તર આવ્યો અને મને કહ્યું કે તે સારી બેટિંગ કરી. તે બાદ તેણે મને કહ્યું કે તે પગનો ઉપયોગ કરીને શોટ માર્યો. જો તું બીજીવાર આ રીતે શોટ રમીશ તો મને નથી ખબર કે શું થશે. કદાચ બીમર ડાયરેક્ટ તારા માથા તરફ આવે. ઉથપ્પાએ કહ્યું કે શોએબની આ ધમકીથી તે ડરી ગયો હતો અને તેના વિરુદ્ધ શોટ માર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ભારત પાંચ વન ડેની આ શ્રેણી 3-2થી જીતી ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર