આત્મહત્યા કરવા માંગતો હતો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, કહ્યું - ક્રિકેટે જીવતો રાખ્યો

News18 Gujarati
Updated: June 4, 2020, 3:43 PM IST
આત્મહત્યા કરવા માંગતો હતો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, કહ્યું - ક્રિકેટે જીવતો રાખ્યો
આત્મહત્યા કરવા માંગતો હતો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, કહ્યું - ક્રિકેટે જીવતો રાખ્યો

2007માં ટી-20 વર્લ્ડ કપ જીત્યાના બે વર્ષ પછી તેના જીવનમાં તે સમય આવ્યો જ્યારે તે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને રોજ બાલ્કનીમાંથી કુદી જવાનો વિચાર મનમાં આવતો હતો

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા (Robin Uthappa)એ હાલમાં જ જણાવ્યું કે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેણે એવા સમયનો સામનો કર્યો છે જ્યારે તે પોતાનું જીવન સમાપ્ત ખતમ કરી દેવા માંગતો હતો. 2007માં ટી-20 વર્લ્ડ કપ (2007 T20 World Cup) જીત્યાના બે વર્ષ પછી તેના જીવનમાં તે સમય આવ્યો જ્યારે તે ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને રોજ બાલ્કનીમાંથી કુદી જવાનો વિચાર મનમાં આવતો હતો. જોકે આ દરમિયાન ફક્ત ક્રિકેટે તેને આશા બતાવી હતી અને જીવિત રાખ્યો હતો.

ભારત તરફથી 46 વન-ડે અને 13 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ઉથપ્પાને આ વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જોકે કોરોના વાયરસ (Coronavirus)મહામારીના કારણે આઈપીએલ (IPL)સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે પાકિસ્તાનના ક્રિકેટરનું મોત, પરિવારે ફટાફટ દફનવિધિ કરી નાખી

ઉથપ્પાએ રોયલ રાજસ્થાન ફાઉન્ડેશનના લાઇવ સત્ર ‘માઇન્ડ, બોડી એન્ડ સોલ’માં કહ્યું હતું કે મને યાદ છે કે 2009થી 2011 વચ્ચે સતત થઈ રહ્યું હતું અને મારે રોજ તેનો સામનો કરવો પડતો હતો. હું તે સમયે ક્રિકેટ વિશે વિચારી પણ રહ્યો ન હતો. હું વિચારતો હતો કે તે દિવસે કેવી રીતે રહીશ અને આગામી દિવસ કેવો હશે. જોકે ક્રિકેટે આ બધી વાતોને મારા મગજમાંથી બહાર કાઢી હતી. મેચના સિવાયના દિવસોમાં કે ઓફ સિઝનમાં ઘણી પરેશાની થતી હતી.


ઉથપ્પાએ કહ્યું હતું કે હું તે દિવસોમાં બેસીને એ જ વિચારતો હતો કે હું દોડીને આવું અને બાલ્કનીમાં કુદી જાવ. જોકે કોઈ બાબતે મને રોકી રાખ્યો હતો. તે સમયે તેણે ડાયરી લખવાનું શરુ કર્યું હતું. મેં એક માણસ તરીકે પોતાને સમજવાની પ્રક્રિયા શરુ કરી હતી. આ પછી બહારની મદદ લીધી હતી જેથી પોતાના જીવનમાં ફેરફાર લાવી શકું.ઉથપ્પાએ કહ્યું હતું કે મને પોતાના નકારાત્મક અનુભવોનો કોઈ અફસોસ નથી, કારણ કે મને સકારાત્મક થવામાં મદદ મળી હતી. નકારાત્મક ચીજોનો સામનો કરીને આપ સકારાત્મકતામાં ખુશ હોઈ શકો છો.
First published: June 4, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading