પૂર્વ ક્રિકેટર રોબિન સિંહે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાની અરજી કરી છે. તે છેલ્લા 15 વર્ષથી અનેક ટીમોની સાથે કોચ ચરીકે જોડાયેલો રહ્યો છે અને તેની પાસે કોચિંગનો ઘણો અનુભવ છે. 2007-09 દરમિયાન તે ટીમ ઈન્ડિયાનો ફીલ્ડિંગ કોચ પણ હતો. તે સમયે ભારતે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં 2007નો વર્લ્ટ ટી-20 પણ જીત્યો હતો. ત્યારબાદ તે ઈન્ડિયા અંડર-19 અને ઈન્ડિયા-એ ટીમ સાથે પણ જોડાયો હતો. આઈપીએલમાં રોબિન સિંહ મુંબઈ ઈન્ડિયન્સનો આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યો છે.
વર્તમાન કોચના સમયમાં બે વાર સેમીફાઇનલ હારી ટીમ
કોચ પદ માટે અરજી કર્યા બાદ રોબિન સિંહે અંગ્રેજી અખબાર ધ હિન્દુને કહ્યું કે હવે 2023 વર્લ્ડ કપની તૈયારીનો સમય છે અને પરિવર્તન ટીમ માટે સારું રહેશે. એવામાં ટીમ ઈન્ડિયા માટે પરિવર્તનની જરૂર છે. તેણે કહ્યું કે, વર્તમાન કોચની સાથે ઈન્ડિયા સતત બે વર્લ્ડ કપ અને એક વર્લ્ડ ટી20ની સેમીફાઇનલમાં હારી ચૂક્યું છે. નોંધનીય છે કે, રોબિન સિંહે કોચિંગ દરમિયાન ઓછામાં ઓછા 10 ટાઇટલ જીત્યા છે.
નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડી, શ્રીલંકાના મહેલા જયવર્ધને અને ન્યૂઝીલેન્ડના માઇક હેસન અરજી કરી ચૂક્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ છે. કોચ અંગે નિર્ણય બીસીસીઆઈની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને લેવાનો છે. જેમાં કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે.
કોણ છે રોબિન સિંહ?
રોબિન ડાબોડી બેટ્સમેન અને જમણોડી મીડિયમ પેસ બોલિંગ કરતો હતો. તેણે ભારત માટે એક ટેસ્ટ અને 136 વનડે રમી છે. તેણે 1989માં ડેબ્યૂ કયું હતું અને 2001માં સંન્યાસ લીધો હતો. રોબિનની ઓળખ ફિનિશર અને ઉપયોગી ઓલરાઉન્ડર તરીકે થતી હતી. તેનો જન્મ ત્રિનિડાડમાં થયો હતો અને ત્યાંનો તેની પાસે પાસપોર્ટ પણ હતો. પરંતુ ભારત માટે રમવા માટે તેણે ત્રિનિડાડનો પાસપોર્ટ છોડી દીધો હતો. તેણે 136 વનડેમાં 2336 રન કર્યા અને 69 વિકેટ લીધી.