Home /News /sport /Pro Kabaddi:PKLમાં આજે આ ચાર ટીમો ટકરાશે, જાણો ક્યાં જોશો મેચ, શું છે પોઇન્ટ ટેબલની સ્થિતિ

Pro Kabaddi:PKLમાં આજે આ ચાર ટીમો ટકરાશે, જાણો ક્યાં જોશો મેચ, શું છે પોઇન્ટ ટેબલની સ્થિતિ

pro kabaddi League Todays Match : પ્રો કબડ્ડી લીગમાં આજે ચાર ટીમો ટકરાશે જાણો ટાઇમ ટેબલ

Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગ 2021ની 8મી સીઝનમાં (Pro Kabaddi League Season-8) શુક્રવારે તમિલ થલાઈવાસ સામે પુનેરી પલ્ટન (tamil thalaivas vs puneri paltan) અને પટના પાઇરેટ્સ સામે બંગાળ વોરિયર્સ (patna pirates vs bengal warriors) વચ્ચે મેચ રમાશે.

વધુ જુઓ ...
પ્રો કબડ્ડી લીગ 2021ની 8મી સીઝનમાં (Pro Kabaddi League Season-8) શુક્રવારે તમિલ થલાઈવાસ સામે પુનેરી પલ્ટન (tamil thalaivas vs puneri paltan) અને પટના પાઇરેટ્સ સામે બંગાળ વોરિયર્સ (patna pirates vs bengal warriors) વચ્ચે મેચ રમાશે. તમિલના થલાઇવાસ આ ટુર્નામેન્ટમાં પ્રથમ જીતની શોધમાં છે. 3 મેચમાં તેને 1 હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2 મેચ ટાઈ રહી હતી. પુનેરી પલ્ટન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. 3 મેચમાં તેણે માત્ર એક જ જીત મેળવી હતી (Pro Kabaddi League Scorecard) જ્યારે 2 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રો કબડ્ડી લીગમાં દિવસની બીજી મેચમાં આજે સામસામે જઈ રહેલી પટનાની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. 3 મેચમાં તે 2 જીત્યો હતો, જ્યારે 1માં હાર્યો હતો. જ્યારે બંગાળ વોરિયર્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં 2માં જીત અને 2માં હાર થઈ છે. બંગાળ છઠ્ઠા સ્થાને છે.

Q.પીકેએલમાં આજે 31મી ડિસેમ્બરે કેટલી મેચ છે?

A. પ્રો કબડ્ડી લીગમાં આજે બે મેચ છે. પ્રથમ મેચ તમિલ થલાઈવાસ સામે પુનેરી પલ્ટન (tamil thalaivas vs puneri paltan) અને બીજી પટના પાઇરેટ્સ સામે બંગાળ વોરિયર્સ (patna pirates vs bengal warriors) વચ્ચે મેચ રમાશે.

Q.પીએકએલમાં આજે કેટલા વાગ્યાથી શરૂ થશે મેચ?

A.પ્રો કબડ્ડી લીગમાં આજે પહેલો મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી અને બીજો મુકાબલો રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.

Q.પીકેએલ-8નું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?

A.પીકેએલ સિઝન-8ની તમામ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.

Q.પીકએલ સિઝન-8નું લાઇવ સ્ટ્રિમીંગ ક્યાં જોવા મળશે?

A.પીકેએલ સિઝન-8નું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર નિહાળી શકશો.

આ પણ વાંચો :  Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

તમિલ થલાઈવાસ: મનજીત, પીઓ સુરજીત સિંહ, કે. પ્રપંજન, અતુલ એમ.એસ., અજિંક્ય અશોક પવાર, સૌરભ તાનાજી પાટીલ, હિમાંશુ, એમ. અભિષેક, સાગર, ભવાની રાજપૂત, મોહમ્મદ તુહીન તરફદાર, અનવર શહીદ બાબા, સાહિલ, સાગર બી. કૃષ્ણા, સંતપનસેલ્વમ.

પુનેરી પલ્ટન: પવન કુમાર કડિયાન, હાદી તાજિક, બાળાસાહેબ શાહજી જાધવ, પંકજ મોહિતે, સંકેત સાવંત, ગોવિંદ ગુર્જર, મોહિત ગોયલ, વિક્ટર ઓન્યાંગો ઓબિએરો, વિશાલ ભારદ્વાજ, બલદેવ સિંહ, રાહુલ ચૌધરી, નીતિન તોમર, ઇ સુભાષ, સોમબીર, વિશ્વ કર્માવેષ , અવિનેશ નાદરાજન, સૌરવ કુમાર.

બંગાળ વોરિયર્સ: મનિન્દર સિંઘ, રવિન્દ્ર રમેશ કુમાવત, સુકેશ હેગડે, સુમિત સિંહ, આકાશ પિકલમુંડે, રિશાંક દેવાડિગા, રિંકુ નરવાલ, અબોઝર મોહઝર મિઘાની, વિજિન થંગદુરાઈ, પરવીન, રોહિત બન્ને, દર્શન જે, સચિન વિટ્ટલા, મોહમ્મદ ઈસ્માઈલ નબીબખા, મોહમ્મદ ઈસ્માઈલ નબીબખા, રોહિત.

આ પણ વાંચો - IND vs SA : વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની

પટના પાઇરેટ્સ: મોનુ, મોહિત, રાજવીરસિંહ પ્રતાપ રાવ ચવ્હાણ, જંગકુન લી, પ્રશાંત કુમાર રાય સચિન, ગુમાન સિંહ, મોનુ ગોયત, નીરજ કુમાર, સુનીલ, સૌરવ ગુલિયા, સંદીપ, શુભમ શિંદે, સાહિલ માન, મોહમ્મદરેજા શાદલાઉ ચિયાનેહ, સાજિન ચંદ્રશેખ.
First published:

Tags: Pkl 2021, Pro kabaddi league

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો