Home /News /sport /VIDEO: ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી તો જેઠાલાલ કેમ વાયરલ થયા, જાણો અહીં

VIDEO: ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી તો જેઠાલાલ કેમ વાયરલ થયા, જાણો અહીં

ઋતુરાજ ગાયકવાડે આ ટુર્નામેન્ટમાં છેલ્લી આઠ ઇનિંગ્સમાં આ છઠ્ઠી સદી ફટકારી છે.

ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. ગાયકવાડની કેપ્ટનશીપની ઇનિંગની મદદથી મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

    નવી દિલ્હી: વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 28 નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ટીમો આમનેસામને હતી. આ મેચમાં એક અલગ જ ઉત્તેજના જોવા મળી હતી. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશના ખેલાડીઓને આકાશ તરફ જોવા મજબૂર કરી દીધા હતા. આ મેચમાં તેણે એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા અને તે લિસ્ટ Aમાં આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

    ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. ગાયકવાડની કેપ્ટનશીપની ઇનિંગની મદદથી મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ગાયકવાડ એન્ડ કંપનીએ 58 રનના મોટા માર્જિનથી જીત મેળવીને સેમિફાઇનલનો રસ્તો સાફ કરી લીધો છે. આ દરમિયાન ગાયકવાડે 7 છગ્ગા ફટકાર્યા હતા. જેના પછી તેની તુલના કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અભિનેતા જેઠાલાલ સાથે કરવામાં આવી રહી છે. રાજસ્થાન રોયલ્સે ગાયકવાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેઠાલાલ દ્નારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે એક જ ઓવરમાં 50 રન બનાવ્યા હતા.



    49મી ઓવરમાં સિકસરકનો વરસાદ કર્યો

    ઇનિંગ્સની 49મી ઓવર ઉત્તર પ્રદેશના ડાબોડી સ્પિનર ​​શિવા સિંહને સોંપવામાં આવી હતી. ગાયકવાડે તેના પ્રથમ ચાર બોલ પર સતત સિક્સરનો વરસાદ કર્યો હતો. ત્યાં જ શિવાએ તેની સામે પાંચમો નો બોલ ફેંક્યો હતો, જેનો કેપ્ટને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે બંને બોલ પર સિક્સર ફટકારી અને આખી ઓવરમાં 43 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાને મળી ગયો નવો હિટમેન... 2 મેચની બેટિંગ જોઇ દિગ્ગજ ખેલાડીઓએ કર્યા વખાણ

    ટૂર્નામેન્ટની છઠ્ઠી સદી પૂરી કરી

    ઋતુરાજ ગાયકવાડે આ ટુર્નામેન્ટમાં છેલ્લી આઠ ઇનિંગ્સમાં આ છઠ્ઠી સદી ફટકારી છે. આ સિવાય લિસ્ટ A ક્રિકેટમાં આ તેની 13મી સદી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો એક ભાગ છે. તેના આક્રમક ફોર્મ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે આગામી સિઝનમાં કેવી બેટિંગ કરવાનો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News in Gujarati, IPL Latest News, Jethalal

    विज्ञापन
    विज्ञापन