રહાણે, પંત અને વિજય શંકરને મળી શકે છે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન: MSK પ્રસાદ

રહાણે, પંત અને વિજય શંકરને મળી શકે છે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન: MSK પ્રસાદ

એમએસકે પ્રસાદે માન્યું છે કે પંત અને શંકરના શાનદાર પ્રદર્શને પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના મતે અજિંક્ય રહાણે, વિજય શંકર અને રિષભ પંતને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે છે. વર્લ્ડ કપ આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાવાનો છે. આ વખતે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ માનવામાં આવે છે. આ પહેલા પસંદગીકારો માટે ટીમની પસંદગી પડકારજનક છે.

  એમએસકે પ્રસાદે માન્યું છે કે પંત અને શંકરના શાનદાર પ્રદર્શને પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે. પ્રસાદના હવાલે ક્રિકેટ વેબસાઇટ ક્રિક ઇન્ફોએ લખ્યું છે કે નિશ્ચિત રુપથી પંત રેસમાં છે. તેણે પસંદગીકારોની મુશ્કેલી વધારે દીધી છે. જે એક સારી વાત છે. છેલ્લા એક વર્ષમાં બધા ફોર્મેટમાં પંતનું પ્રદર્શન દમદાર રહ્યું છે. અમને લાગે છે કે તેને પરિપક્વ થવાની જરુર છે, જેથી અમે તેને ઇન્ડિયા-એ ની સંભવ હોય તેવી શ્રેણીમાં સામેલ કર્યો હતો.

  આ પણ વાંચો - કે એલ રાહુલની થશે ટીમ ઈન્ડિયામાં વાપસી, રોહિતના સ્થાને રહાણેને મળશે તક!

  વિજય શંકર વિશે વાત કરતા એમએસકે પ્રસાદે કહ્યું હતું કે વિજય શંકરને જેટલી પણ તક મળી તેમાં તેણે સાબિત કર્યું છે કે તેની પાસે આ સ્તર પર રમવાની ક્ષમતા છે. અમે છેલ્લા બે વર્ષમાં ઇન્ડિયા-એ ના અલગ-અલગ પ્રવાસ દ્વારા તેને શાનદાર ખેલાડી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જોકે અમારે એ જોવું પડશે કે તે ટીમમાં કઈ રીતે ફિટ બેસશે.

  રહાણે પર પ્રસાદે કહ્યું હતું કે ઘરેલું ક્રિકેટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે વર્લ્ડકપ માટે પસંદ થનારી ટીમમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પંતની બેટિંગ સ્ટાઇલ જોતો એક્સપર્ટ તેને ટીમમાં સમાવેશ કરવાની માંગણી કરી રહ્યા છે. જોકે ટીમમાં પહેલા જ બે વિકેટકીપર (ધોની અને દિનેશ કાર્તિક) હોવાથી તેના રમવા પર શંકા છે.
  Published by:Ashish Goyal
  First published: