CSKની ટીમ સાથે ઋષભ પંતના Photos સોશિયલ મીડિયામાં થયા Viral

CSKની ટીમ સાથે ઋષભ પંતના Photos સોશિયલ મીડિયામાં થયા Viral
રીષભ પંતની આ તસવીરો ઘણી વાતોને બયાન કરે છે કે શા માટે ક્રિકેટ જેન્ટલમેનની ગેમ છે

ચાહકોએ પંતની કેપ્ટનશીપ કુશળતાની ખૂબ પ્રશંસા કરી છે. સીએસકે સામે વિજય મેળવીને પેવેલિયન તરફ પરત ફરતી વખતે તેની આસપાસ સીએસકેના પ્લેયર ઘેરાયેલા હતા. પંતનો આ ફોટો લોકોને ખૂબ ગમ્યો

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમમાં ઋષભ પંત (Rishabh Pant) તરીકે ખૂબ મહત્વનું સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો છે. પંતના ચાહકોની સંખ્યા વધતી જાય છે. બેટિંગ અને વિકેટ કિપિંગમાં સતત સ્કીલ વધારો કરવાની તેની ધગશ પણ તેને મહાન ક્રિકેટરની શ્રેણીમાં લાવી દેશે. શ્રેયસ ઐયર અત્યારે ખભાની ઇજાના કારણે મેદાનથી અળગો છે. જેથી પંતના હાથમાં દિલ્હી કેપિટલ્સનું (Delhi Capitals )સુકાન છે. ચેન્નઈ સુપર કિંગ્સ  (Chennai Super kings)સામે તેણે ટીમને વિજય બનાવવામાં સફળતા મેળવી છે. ધોનીની (MS Dhoni) આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ સામે પૃથ્વી શો અને શિખર શિખર ધવનની ધૂંઆધર બેટિંગના કારણે ચેન્નઈના 189 રનનો ટાર્ગેટ પાર થઈ શક્યો હતો

  પૃથ્વી શૉએ 38 બોલમાં 72 રન ફટકાર્યા હતા. ચોક્કા છક્કાની રમઝટ બોલી ગઈ હતી. બીજી તરફ ધવને 54 બોલમાં 85 રન કર્યા હતા. ઓપનિંગ જોડીએ કુલ 138 રન ફટકારી દીધા હતા. જેથી મેચ તેમના તરફેણમાં આવી ગયો હતો. પંત અણનમ રહ્યો હતો. તેણે 15 રન બનાવ્યા હતા. 8 બોલ બાકી હતા, ત્યારે જ 7 વિકેટે તેઓ જીતી ગયા હતા.  ચાહકોએ પંતની કેપ્ટનશીપ કુશળતાની ખૂબ પ્રશંસા કરી છે. સીએસકે સામે વિજય મેળવીને પેવેલિયન તરફ પરત ફરતી વખતે તેની આસપાસ સીએસકેના પ્લેયર ઘેરાયેલા હતા. પંતનો આ ફોટો લોકોને ખૂબ ગમ્યો છે. લોકોએ આ ફોટાની તુલના આઈપીએલની પાછલી સીઝનના સીએસકે ટીમમાં સેલ્ફીમાં ભાગ લેતા ફોટા સાથે કરી છે. આ ફોટાને ફોટો ઓફ ધી ડે ગણવામાં આવ્યો છે.

  આ દરમિયાન ધવને પંત સહિતના ટીમના સભ્યોના વખાણ કરતા કહ્યું હતું કે, ઋષભ પંતે ખૂબ સારું પ્રદર્શન કર્યું. અમે ટોસ જીત્યા એ ખૂબ મોટી વાત હતી. જેથી બીજો દાવ લેવામાં સરળતા રહી. પંતે પ્લેયરને ખૂબ મોટિવેટ કર્યા હતા.

  તેણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મેચ પહેલા તેણે સારા સુધારા કર્યા હતાં. આ તેની પ્રથમ મેચ હતી. માટે મને ખાતરી હતી કે, બધું સારું થશે. તેણે હજુ શરૂઆત કરી છે. અનુભવ સાથે તે ઘડાશે. તે આગામી સમયમાં વધુ સારો પ્લેયર બનશે.

  ધવને વધુમાં જણાવ્યું હતું કે, “રિષભ પંતની સૌથી સારી વાત એ છે કે તે શાંત રહે છે. તેનો પ્રેસેન્સ ઓફ માઈન્ડ ખૂબ સારી છે. સિનિયર ખેલાડી તરીકે પંતને તેની સલાહ આપે છે કે નહીં? તેવું પૂછતાં ધવને કહ્યું હતું કે, હા.. હું મારી સલાહ તેમને આપીશ. યુવાનો જ્યારે પણ મારી પાસે બેટિંગની ટીપ્સ અથવા માઇન્ડસેટ વિશે પૂછવા આવે છે, ત્યારે હું હંમેશાં મારુ જ્ઞાન તેમની સાથે શેર કરું છું."
  Published by:News18 Gujarati
  First published:April 13, 2021, 14:23 IST