પંતને ICCએ આપ્યું મોટું સન્માન, આ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો

પંતને ICCએ આપ્યું મોટું સન્માન, આ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો

પંતને ઓસ્ટ્રેલિયા સામે રમેલી વિસ્ફોટક ઇનિંગ્સ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો

  • Share this:
    નવી દિલ્હી : ભારતના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)તરફથી સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે. 23 વર્ષના પંતે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 97 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં ભારતની ટીમ મેચ ડ્રો કરાવવામાં સફળ રહી હતી. જ્યારે બ્રિસબેનમાં પણ તેની 89 રનની ઈનિંગ્સની મદદથી ભારતે જીત મેળવી હતી અને શ્રેણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. આઇ.સી.સીએ કહ્યું કે, સમગ્ર વર્ષમાં મહિનામાં એક વાર સૌથી સારુ પ્રદર્શન કરનાર મહિલા અને પુરુષને આ એવોર્ડ આપવામાં આવશે. આઇ.સી.સીએ આ વર્ષેથી જ આ એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. પંત પહેલો એવો ખેલાડી બન્યો છે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડનો જો રુટ અને આયરલેન્ડના પોલ સ્ટર્લિંગ પણ આ એવોર્ડની રેસમાં હતા.

    પંતે એવોર્ડ ટીમ ઇન્ડિયાને કર્યો સમર્પિત

    આ એવોર્ડ મેળવવા પર ખુશી વ્યક્ત કરતા આઇ.સી.સી દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પંતે કહ્યું કે, '' કોઇ પણ ખેલાડી માટે ટીમની જીત માટે પોતાનું યોગદાન આપવું એ સૌથી મોટો એવોર્ડ હોય છે. પરંતુ આ પ્રકારની પહેલ યુવાઓને પ્રેરણાં આપવામાં મદદરૂપ થઇ શકે છે.'' તેણે વધુમાં કહ્યું કે, હું આ એવોર્ડ ટીમ ઈન્ડિયાના પ્રત્યેક સભ્યને સમર્પિત કરુ છુ, જે લોકોએ ઓસ્ટ્રેલિયા સામે જીતમાં પોતાનું યોગદાન આપ્યુ છે અને જે લોકોએ મને વોટ આપ્યો તે તમામ પ્રશંસકોનો પણ હું આભાર માનું છું. પંતે ઈંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં વિસ્ફોટક રીતે 91 રન કર્યા હતા.

    આ પણ વાંચો - IND vs END: ઇશાંત શર્માએ ઝડપી 300 વિકેટ, કારકિર્દીની 10 ખાસ વાતો અને આગામી શું છે ટાર્ગેટ

    પંતને આ એવોર્ડ જીતવા પર ICCના વોટિંગ કમિટીના સભ્ય અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ કહ્યું કે, પંતે આ બંન્ને ઈનિંગ્સમાં દબાણ અને અન્ય પડકારોનો સામનો કરતા રમી હતી. તેણે મેચને ડ્રો કરાવવા અને જીત માટે તેના અનેક કૌશલ્યો દેખાડ્યા હતા. તે સમય દરમિયાન તેણે મજબૂત માનસિકતામાં દેખાડી હતી.

    મહિલા ક્રિકેટર સબનિમ ઈસ્માઈલને પણ મળ્યો એવોર્ડ

    મહિલા ક્રિકેટરોમાં દક્ષિણ આફ્રિકાની સબનિમ ઈસ્માઇલને એવોર્ડ મળ્યો છે. જેણે આ સમય દરમિયાન 3 વન-ડે 2 ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાન સામેથી વનડે શ્રેણીમાં 7 વિકેટો ઝડપી હતી. તથા પાકિસ્તાન સામેની બીજી ટી-20માં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. આ એવોર્ડના વિજેતાનું નામ દર મહિનાના બીજા સોમવારે આઇ.સી.સીની ડિજીટલ ચેનલ પર જાહેર કરવામાં આવશે. આઇ.સી.સી એ જણાવ્યું કે મહિનામાં પ્રદર્શનના આધારે 3-3 ખેલાડીઓનું નોમિનેશન કરવામાં આવશે અને વિજેતાની જાહેરાત વોટિંગ કમિટીના સભ્યો કરશે.

    વોટિંગ એકેડમીમાં ક્રિકેટ પરિવારના જાણીતા સભ્યોને જગ્યા મળી છે. તેમાં વરિષ્ઠ પત્રકાર, પૂર્વ ખેલાડી, પ્રસારણ કર્તા અને ICC હોલ ઓફ ફેમના સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ વોટિંગ એકેડમીમાં ભારતનો પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને અનુભવી સ્પોર્ટ્સ પત્રકાર મોના પાર્થસારથીને પણ સ્થાન મળ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: