રિષભ પંતે આપ્યું એવું નિવેદન કે પ્રશંસકો કરી રહ્યા છે ટ્રોલ

News18 Gujarati
Updated: July 28, 2019, 8:56 PM IST
રિષભ પંતે આપ્યું એવું નિવેદન કે પ્રશંસકો કરી રહ્યા છે ટ્રોલ
રિષભ પંતે આપ્યું એવું નિવેદન કે પ્રશંસકો કરી રહ્યા છે ટ્રોલ

3 ઓગસ્ટથી શરુ થઈ રહેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે પંત ટીમ ઇન્ડિયાનો મુખ્ય વિકેટકીપર છે

  • Share this:
એમએસ ધોનીની કારકિર્દી હવે અંતિમ પડાવ તરફ છે અને તેના ઉત્તરાધિકારી તરીકે વિકેટકીપર રિષભ પંત તૈયાર છે. 3 ઓગસ્ટથી શરુ થઈ રહેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે પંત ટીમ ઇન્ડિયાનો મુખ્ય વિકેટકીપર છે. પસંદગીકારોએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પંતને આગામી વર્લ્ડ કપ સુધી વધારેમાં વધારે તક આપવામાં આવશે અને ધોની તેની રમત સુધારવામાં મદદ કરશે. હવે મોટી જવાબદારી મળી છે તો પંતે તેનો સ્વિકાર કરી લીધો છે. જોકે વેસ્ટ ઇન્ડીઝ જતા પહેલા પંતે એવું નિવેદન કર્યું છે જેના કારણે પ્રશંસકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

પંતે આપ્યું આવું નિવેદન
આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સે રિષભ પંતનું એક નિવેદન ટ્વિટ કર્યું છે. જેમાં તે કહી રહ્યો છે કે તેની રમવાની કોઈ સ્ટાઇલ નથી તે પરિસ્થિતિ પ્રમાણે રમે છે. પંતના આ નિવેદનને પ્રશંસકો પચાવી શક્યા નથી. જેથી ઘણા લોકોએ યુવા વિકેટકીપરને પુછી લીધું હતું કે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં શું થઈ ગયું હતું? જોકે બીજી તરફ કેટલાક પ્રશંસકોએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે શુભકામના પણ પાઠવી છે.આ પણ વાંચો - પ્રેસ કોન્ફરન્સ નહીં કરે વિરાટ કોહલી, કારણ છે રોહિત સાથેનો ઝઘડો!

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે બેજવાબદાર શોટ રમીને પંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંત 32 રન બનાવી આઉટ થયો હતો અને તેના શોટ સિલેક્શન ઉપર સવાલ ઉભા થયા હતા.

પંત નંબર 4 ઉપર રમવા તૈયાર
પંતે નંબર 4ના સ્થાને રમવા મુદ્દે કહ્યું હતું કે તે નંબર 4 ઉપર બેટિંગ કરવી પસંદ કરે છે. તેના માટે નંબર 4 ઉપર બેટિંગ કરવી નવી વાત નથી. આઈપીએલમાં પણ નંબર 4 ઉપર રમ્યો છું
First published: July 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading