Home /News /sport /Rishabh Pant Accident: ઋષભ પંત કાર અકસ્માત મામલે નવો વળાંક, પંતે DDCAને જણાવ્યું અકસ્માતનું સાચું કારણ
Rishabh Pant Accident: ઋષભ પંત કાર અકસ્માત મામલે નવો વળાંક, પંતે DDCAને જણાવ્યું અકસ્માતનું સાચું કારણ
પંતને સાજા થવામાં 9 મહિનાનો સમય લાગી શકે છે.
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તેનું કહેવું છે કે રસ્તાના ખાડામાંથી કારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઇ હતી. તેણે આ વાત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્માને કહી છે.
દેહરાદૂન: ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તેનું કહેવું છે કે રસ્તાના ખાડામાંથી કારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઇ હતી. તેણે આ વાત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્માને કહી છે.
શર્મા શનિવારે દેહરાદૂનની હોસ્પિટલમાં પંતને મળ્યા હતા. આ પછી તેમણે મીડિયાને કહ્યું કે ઋષભ પંતની હાલત સ્થિર છે અને તેની તબિયત ઝડપથી સુધરી રહી છે. બીસીસીઆઈના ડૉક્ટરો અહીંના ડૉક્ટરોના સંપર્કમાં છે. જય શાહ પણ આ બાબતે ચાંપતી નજર રાખી રહ્યા છે. હાલ ઋષભ પંત આ હોસ્પિટલમાં દાખલ રહેશે. તેમણે કહ્યું કે, ઋષભે કહ્યું છે કે તે કારને ખાડામાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અકસ્માત થયો હતો.
બીજી તરફ ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. કૌશલ કાંત મિશ્રાએ જણાવ્યું હતું કે 'ઘૂંટણમાં ચાર અસ્થિબંધન હોય છે. ઋષભ પંત ACL લિગામેન્ટમાં ઈજાગ્રસ્ત છે, એટલે કે તે કોઈ રનિંગ વર્ક કરી શકતો નથી. અસ્થિબંધન સંપૂર્ણપણે સાજા થવામાં નવ મહિનાથી વધુ સમય લાગે છે. આવી સ્થિતિમાં પંતને સંપૂર્ણ રીતે ફિટ થવામાં અને મેદાનમાં ઉતરવામાં નવ મહિનાથી એક વર્ષનો સમય લાગી શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર