Union
Budget 2023

Highlights

Home /News /sport /Rishabh Pant Accident: BCCI નો મોટો નિર્ણય! ઋષભ પંતને મુંબઈ લઈ જવામાં આવશે, જાણો કારણ

Rishabh Pant Accident: BCCI નો મોટો નિર્ણય! ઋષભ પંતને મુંબઈ લઈ જવામાં આવશે, જાણો કારણ

Rishabh Pant Accident

RISHABH PANT ACCIDENT UPDATE: ઋષભ પંતને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. BCCI અને DDCA એ શા માટે લેવો પડ્યો નિર્ણય, જાણો

    RISHABH PANT ACCIDENT UPDATE: ભારતનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેની સારવાર દેહરાદૂનમાં ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે.  તેના લીગામેંટની ઇજાની ઉત્તમ સારવાર કરવામાં આવશે.
    DDCA ના ડાયરેક્ટરનું નિવેદન


     DDCAના ડાયરેક્ટર શ્યામ શર્માએ કહ્યું હતું કે - ક્રિકેટર રિષભ પંતને વધુ સારી સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. 30 ડિસેમ્બરે કાર અકસ્માત બાદ પંતની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.




     BCCI એ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં લીગામેંટ ટીયર થઈ ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર ઘર્ષણની ઈજા છે. પંતની હાલત હાલ ખતરાની બહાર છે, પરંતુ હવે બીસીસીઆઈ અને ડીડીસીએએ તેની વધારે સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે BCCI આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને જલદી ફિટ જોવા માંગે છે.






    BCCI અને DDCA ની પંતની ઈજા પર નજર


    પંતના MRI સ્કેન રિપોર્ટમાં કોઈ સમસ્યા નહોતી. દુર્ઘટના બાદ, BCCIએ DDCAને પંતના સતત સંપર્કમાં રહેવા અને તેની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી. DDCAના વડા શ્યામ શર્મા પોતે પંતને મળવા પહોંચ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.







    હજુ  ગઇકાલે BCCI એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો જેમાં ભારતીય સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓએ  રિષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો વીડિયો મેસેજ આપ્યો હતો અને આ વિડીયોમાં તેઓ તમામ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત 31 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


    " isDesktop="true" id="1313193" >
    ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે "છેલ્લા વર્ષમાં મને ઋષભ પંતને નજીકથી રમતા જોવાનો લહાવો મળ્યો છે અને તેણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર એવી કેટલીક મહાન ઈનિંગ્સ રમી હતી. હું જાણું છું કે તમે ફાઈટર છો, તમારી પાસે એવું કેરેક્ટર છે, હું જાણું છું કે તમે આમાંથી પાછા ફરશો.

    Published by:Mayur Solanki
    First published:

    Tags: Accident News, Mumbai News, Rishabh pant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन