પોતાની ભૂલોમાંથી શીખીને અને તકોનો લાભ લઈને આનંદ થયો: રિષભ પંત

તસવીર- ટ્વિટર

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) હવે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમવાની તૈયારી કરી રહ્યા છે. તે તાજેતરમાં કોરોના વાયરસથી સપડાયો હતો. તેણે કહ્યું કે તેણે પોતાની ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી ઘણા ઉતાર-ચડાવ જોયા છે.

 • Share this:
  નોટિંઘમ: ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ખુશ છે કે તેણે અત્યાર સુધી તેની ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઉતાર-ચઢાવ જોયા છે જેણે તેને એક ખેલાડી તરીકે આગળ વધવામાં મદદ કરી છે. પંતે કહ્યું કે, તેણે પોતાની ભૂલોમાંથી પાઠ શીખ્યા છે. તાજેતરમાં કોવિડ -19 માંથી સાજા થયેલા પંત ભારત માટે પોતાની 22મી ટેસ્ટ મેચ તે જ મેદાન (ટ્રેન્ટબ્રિજ) પર રમવાની તૈયારીમાં છે જ્યાં તેણે 2018 માં લાંબી છગ્ગા ફટકારીને ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ છાપ બનાવી હતી.

  પંતે શનિવારે 'BCCITV' ને કહ્યું, 'તે એક અદ્ભુત સફર રહી કારણ કે, મારી કારકિર્દીની શરૂઆતમાં જ મેં ઘણા ઉતાર ચઢાવ જોયા. એક ક્રિકેટર તરીકે, તમે વિકાસ કરો, તમારી ભૂલોમાંથી શીખો, તમારી જાતને સુધારો અને પાછા આવો અને સારું પ્રદર્શન કરો. મને ખુશી છે કે, મેં મારી ભૂલોમાંથી શીખ્યા અને ત્યાર બાદ મને જે પણ તક મળી તેનો ફાયદો ઉઠાવ્યો. હું ખુશ છું.'

  આ પણ વાંચો: Tokyo Olympics: ગોલ્ડ જીતવા પર આ દેશ ખેલાડીઓને આપે છે સૌથી વધારે રૂપિયા

  પંતે કહ્યું કે તે એક સારા ખેલાડી બનવા માટે તમામ ટોચના ક્રિકેટરો પાસેથી શીખવાનો પ્રયત્ન કરે છે. તેણે કહ્યું, 'હું રોહિત ભાઈ સાથે રમતની ઘણી વાત કરું છું કે અમે છેલ્લી મેચમાં શું કર્યું અને આગામી મેચોમાં શું કરી શકીએ. હું મારી રમતમાં નવું શું ઉમેરી શકું છું. ' ખાસ કરીને ઇંગ્લેન્ડ રમી રહ્યું હોવાથી વિકેટની આગળ અને પાછળની રમત વિશે.

  આ પણ વાંચો: Olympics: સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો, પુરુષ બોક્સર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા

  તેણે કહ્યું, 'હું રવિભાઈ (શાસ્ત્રી) સાથે પણ ઘણી વાત કરું છું કારણ કે, તેમણે વિશ્વભરમાં ઘણું ક્રિકેટ રમ્યા છે. જ્યારે એશ ભાઈ (અશ્વિન) બોલિંગ કરી રહ્યો છે, ત્યારે તે જાણે છે કે, બેટ્સમેનના ઈરાદા શું છે. તેથી એક બેટ્સમેન તરીકે હું બોલર સાથે વાત કરી શકું છું કે તે શું વિચારી રહ્યો છે. એક ખેલાડી તરીકે, હું દરેક પાસેથી શીખવા માંગુ છું.
  Published by:kuldipsinh barot
  First published: