યુવા ક્રિકેટર રિષભ પંતે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમના માહોલ વિશે શું કહ્યું

News18 Gujarati
Updated: July 25, 2018, 4:55 PM IST
યુવા ક્રિકેટર રિષભ પંતે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમના માહોલ વિશે શું કહ્યું

  • Share this:
ઇંગ્લેન્ડ સામે એક ઓગસ્ટથી રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાયેલા યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે કહ્યું હતું કે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં પસંદગી થતા સપનું સાચું પડ્યું હોય તેમ લાગે છે. 20 વર્ષના પંતનો ઇંગ્લેન્ડ સામે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ભારત તરફથી અત્યાર સુધી ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલો પંત ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે.

પંતે બીસીસીઆઈ ટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાના સમાચાર મારા માટે જોરદાર હતા. હું હંમેશા ટેસ્ટ ટીમનો ભાગ બનવા માંગતો હતો અને આ મારા માટે સપનું સાચું પડ્યું હોય તેવું છે.

પંતે કહ્યું હતું કે આ એક શાનદાર ક્ષણ છે. ફક્ત મારા માટે જ નહીં પરિવાર અને મારા કોચ તારેક સર માટે પણ શાનદાર છે. કોચે મને રમતને સમજવામાં ઘણી મદદ કરી હતી. તેમનું સપનું હતું કે હું ટેસ્ટ ટીમમાં રમું. જ્યારે મારા શરૂઆતના કોચ સિન્હા સરને મારી પસંદગી થઈ છે તેવી ખબર મળી તો તે ઘણા ખુશ હતા. આ મારા માટે ગર્વની ક્ષણ હતી.

પંતે ટીમ ઇન્ડિયા સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાના અનુભવ વિશે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમનો માહોલ ઘણો સકારાત્મક રહે છે. એક વિકેટકિપર તરીકે એડમ ગિલક્રિસ્ટ મારો આદર્શ છે. જ્યારે હું ટીમ ઇન્ડિયા સાથે ડ્રેસિંગ રૂમ શેર કરૂ છું તો ત્યાં મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓનો ઘણો સહયોગ મળે છે. માહી ભાઈ પાસેથી હંમેશા વિકેટકિંપિંગની સલાહ લઉ છું.
First published: July 25, 2018, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading