25 વર્ષીય રિષભ તેના પરિવારના સભ્યોને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. પરંતુ, રસ્તામાં જ તેને ગંભીર અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ તેને દેહરાદૂન ખસેડવામાં આવતા પહેલા તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ભયાનક કાર અકસ્માતમાં બચ્યા બાદ વિકેટકીપર-બેટર રિષભ પંત (Rishabh Pant) ને વધુ સારવાર માટે દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. મુંબઈની હોસ્પિટલમાં પંતના જમણા ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે.
25 વર્ષીય રિષભ તેના પરિવારના સભ્યોને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. પરંતુ, રસ્તામાં જ તેને ગંભીર અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ તેને દેહરાદૂન ખસેડવામાં આવતા પહેલા તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં, ક્રિકેટર રિષભ પંત સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિન (head of the Centre for Sports Medicine) ના હેડ ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ છે અને તેની રિકવરી અને રિહેબિલિટેશન દરમિયાન બીસીસીઆઈ (BCCI) મેડિકલ ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવાનું યથાવત છે.
ઘૂંટણની સર્જરી કરવી પડી
મિડ-ડેના અહેવાલ મુજબ, વિકેટકીપર-બેટર પંતના જમણા ઘૂંટણમાં લીગમેન્ટ ફાટી ગયું છે. ત્યારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (the Kokilaben Dhirubhai Ambani hospital) માં આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસના ડાયરેક્ટર ડૉ. પારડીવાલાએ તેની સર્જરી કરી હોવાનું જાણવા મળે છે. અહેવાલો મુજબ શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે ડૉ. પારડીવાલા અને તેમની ટીમે તેમના જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ટીયર સર્જરી કરી હતી. આ સર્જરી લગભગ 2 થી 3 કલાક સુધી ચાલી હતી. સર્જરીમાં કોઈ મુશ્કેલી આવી નથી.
જો કે, અહેવાલમાં ઉમેર્યું હતું કે હોસ્પિટલે હાલતમાં સુધારની પુષ્ટિ કરી નથી અને બીસીસીઆઈ રિષભની રિકવરી અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન બહાર પાડશે.
BCCI આપી રહ્યું છે અપડેટ
અહીં ઉલ્લેખનીય છે કે, દિલ્હી-દેહરાદૂન હાઈવે પર પંતની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. આ અકસ્માત 30 ડિસેમ્બરની વહેલી સવારે થયો હતો. ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લાના મંગલૌર અને નરસન વચ્ચે આ ભયાનક કાર અકસ્માત થયો હતો. ત્યારબાદ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ થતા પહેલા પંતને શરૂઆતમાં સક્ષમ હોસ્પિટલ મલ્ટિસ્પેશિયાલિટી અને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.
બીસીસીઆઈ તરફથી પ્રથમ મેડિકલ અપડેટમાં જણાવાયું છે કે પંતને કપાળ પર બે કટ થયા છે, તેના જમણા ઘૂંટણમાં લીગામેન્ટ ફાટી ગયું છે અને કાર અકસ્માત પછી તેની પીઠ પર ઘર્ષણની ઇજાઓ ઉપરાંત તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં પણ ઈજા થઈ છે.
આ બાદ સાંજના મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે પંતના મગજ અને કરોડરજ્જુના એમઆરઆઈના રિઝલ્ટ સામાન્ય છે. તેમા ઉમેરવામાં આવ્યું હતું કે પંતે તેના ચહેરાની ઇજાઓ, ઘા અને ઘર્ષણને નિયંત્રિત કરવા માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર