રિષભ પંતે સ્વીકારી ટિમ પેનની બેબીસિટર બનવાની ઓફર!

રિષભ પંતે સ્વીકારી ટિમ પેનની બેબીસિટર બનવાની ઓફર!

પંત પેનના બાળકોને મળ્યો હતો અને તેમની સાથે સમય પસાર કર્યો હતો

 • Share this:
  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ વર્તમાન ટેસ્ટ શ્રેણી પ્રશંસકો માટે ઘણી રસપ્રદ સાબિત થઈ રહી છે. ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન સુકાની ટીમ પેન અને ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વચ્ચે રકઝક થઈ હતી. બંનેએ વિકેટકીપિંગ દરમિયાન એકબીજાની મશ્કરી કરી હતી. બંનેની વાતો સ્ટમ્પ માઇકમાં સંભળાતી હતી. જ્યારે પંત પ્રથમ ઇનિંગ્સમાં ઉતર્યો તો ઓસ્ટ્રેલિયન સુકાનીએ તેને બેબીસિટર કહ્યો હતો.

  ટીમ પેને પંતને કહ્યું હતું કે વન-ડે શ્રેણી માટે મહેન્દ્રસિંહ ધોની આવી ગયો છે. આ યુવક (રિષભ પંત)ને હેરિકેન્સ (હોબર્ટ)ની ટીમમાં સામેલ કરવો જોઈએ. તેમને એક બેટ્સમેનની જરુર છે. આ કારણે તારો (પંત) ઓસ્ટ્રેલિયામાં હોલિડે વધી જશે. હોબર્ટ સુંદર શહેર છે. આને એક વોટર ફ્રન્ટ એપાર્ટમેન્ટ આપી દઈએ.પેન અહીંથી અટક્યો ન હતો. પેને કહ્યું હતું કે શું મારા બાળકોની સંભાળ રાખીશ. હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જઈશ અને તું મારા બાળકોની સંભાળ રાખજે.

  આ પણ વાંચો - જેવા સાથે તેવા, પંતે ઓસ્ટ્રેલિયાના સુકાનીને તેની જ ભાષામાં આપ્યો જવાબ

  આ ટિપ્પણી પર પંત બીજો દિવસે બદલો લીધો હતો. પેન ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવ્યો તો પંતે કહ્યું હતું કે આજે એક સ્પેશ્યલ મહેમાન આયો છે. શું તમે ક્યારેય ટેમ્પરરી સુકાની વિશે સાંભળ્યું છે? છોકરાઓ તમારે તેને આઉટ કરવા માટે કશું કરવાની જરુર નથી. તેને વાત કરવી પસંદ છે, બસ આ જ તેને આવડે છે ફક્ત વાત-બકવાસ.  આ પણ વાંચો - પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે

  આ ઘટના પછી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બંને ટીમોને પોતાના નિવાસ સ્થાને આમંત્રિત કર્યા હતા. જ્યાં પંત પેનના બાળકોને મળ્યો હતો અને તેમની સાથે સમય પસાર કર્યો હતો. પંતે પેનની પત્ની બોની મેગ્સ સાથે ફોટો પણ શેર કર્યો હતો. તેમાંથી એક ફોટો પેનની પત્નીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીને તેને બેબીસિટર ગણાવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: