પંતની ટિકા કરવાના સવાલ પર ભડક્યા શાસ્ત્રી, કહ્યું - શું હું તબલા વગાડવા માટે છું?
News18 Gujarati Updated: September 26, 2019, 5:10 PM IST

પંતની ટિકા કરવાના સવાલ પર ભડક્યા શાસ્ત્રી, કહ્યું - શું હું તબલા વગાડવા માટે છું?
પંત હજુ શીખી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટ પુરી મજબૂતીથી તેની સાથે ઉભું છે - રવિ શાસ્ત્રી
- News18 Gujarati
- Last Updated: September 26, 2019, 5:10 PM IST
ભારતીય વિકેટકીપર બૅટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) પોતાની કારકિર્દીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોનો તેને લઈને અલગ-અલગ મત છે. કેટલાક ક્રિકેટર્સનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ પંત ઉપર વધારે પડતું દબાણ બનાવી રહ્યું છે. જોકે કેટલાકનું માનવું છે કે તે ક્રીઝ પર સેટ થયા પછી પોતાની વિકેટ ભેટમાં આપી દે છે. જેના કારણે તેની ટિકા થાય છે. ટીમ ઇન્ડિયાના (Team India) મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ ફરી એક વખત ભારતીય વિકેટકીપર બૅટ્સમેન ઋષભ પંત ઉપર નિવેદન કર્યું છે. તેમણે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પંતનો બચાવ કરતા કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ પુરી રીતે પંત સાથે છે.
પંતને લઈને પુછેલા સવાલ પર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પંત અલગ ખેલાડી છે. તે વર્લ્ડ સ્તરીય બૅટ્સમેન અને આક્રમક મેચ વિજેતા છે. હાલના સમયમાં દુનિયામાં તેના જેવા ખેલાડી ઘણા ઓછા છે. સીમિત ઓવરના ફોર્મેટમાં તેના જેવા પાંચ ખેલાડી પણ ગણાવી શકુ નહીં. તેના કારણે અમે તેની સાથે ઘણી ધીરજ રાખી રહ્યા છીએ. એક્સપર્ટનું પોતાનું કામ છે, તે કશું પણ બોલી શકે છે પણ ટીમ ઇન્ડિયામાં પંત યોગ્ય સ્થિતિમાં છે. તે એક વિશેષ ખેલાડી છે જેણે ઘણું સાબિત કર્યું છે. તે હજુ શીખી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટ પુરી મજબૂતીથી તેની સાથે ઉભું છે. પંતને અમારું પુરુ સમર્થન છે.
આ પણ વાંચો - ઋષભ પંતના કારણે ધોની સંન્યાસ નથી લઈ રહ્યો, BCCIએ સમય આપ્યો : રિપોર્ટટીમ મેનેજમેન્ટે પંતની ટિકા કરી છે તેવો રિપોર્ટ આવ્યો હતો. આ સવાલ પર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટનું નામ ના લેશો. મેં આવું કશું જ કહ્યું ન હતું પણ જો કોઈ નાસમજ કરશે તો અમારે તેને આમ કરતા રોકવા પડશે. શું હું અહીં ફક્ત તબલા વગાડવા માટે છું? પંત આક્રમક બેટ્સમેન બની શકે છે. અમારે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરિપક્વ થવા માટે પુરુ સમર્થન આપીશું.
બુમરાહ (Jasprit Bumrah) વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે તે વર્લ્ડ સ્તરીય બૉલર છે. આ રમતમાં ત્રણ ફોર્મેટ છે. બુમરાહ તે ખેલાડીઓમાંથી છે જે ત્રણેય ફોર્મેટમાં રમી શકે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપને જોતા બુમરાહ મહત્વપૂર્ણ ખેલાડી છે.

Loading...