IND V/S AUS : રાજકોટ One dayમેચનાં મોટા સમાચાર, ઇજાગ્રસ્ત રિષભ પંત ટીમમાંથી બહાર

News18 Gujarati
Updated: January 15, 2020, 9:47 PM IST
IND V/S AUS : રાજકોટ One dayમેચનાં મોટા સમાચાર, ઇજાગ્રસ્ત રિષભ પંત ટીમમાંથી બહાર
ઋષભ પંતની ફાઇલ તસવીર

ઋષભ પંતને સારવાર માટે બેંગલુરૂ ખસેડવામાં આવશે, રાજકોટમાં હવે આ ખેલાડી વિકેટ કિપીંગ કરશે

  • Share this:
રાજકોટ : ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત (Rishabh pant) રાજકોટ (Rajkot) વનડે (Oneday) માંથી બહાર થઈ ગયો છે. મંગળવારે Australia સામેની પ્રથમ વનડે દરમિયાન આ બોલ તેના માથામાં વાગ્યો હતો, ત્યારબાદ તેને ચક્કર આવ્યા હતા, આને કારણે તે વિકેટકિપીંગ પણ કરી શક્યો નહીં અને કેએલ રાહુલે તેની જગ્યાએ આ જવાબદારી સંભાળી. પ્રાપ્ત અહેવાલ મુજબ પંત હવે રાજકોટ વનડેમાં પણ નહીં રમી શકે, તેને બેંગાલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં સારવાર માટે મોકલવામાં આવશે. આમ પંત રાજકોટ વનડેમાંથી બહાર થઈ ગયો છે. રાજકોટ વનડેમાં પણ હવે કેએલ રાહુલ વિકેટ કિપીંગ કરશે.

પેટ કમિન્સ બોલ પર ઇજાગ્રસ્ત થયો હતો


ગત વનડેમાં ભારતીય ઇનિંગની 44 મી ઓવરમાં ઋષભ પંતે પેટ કમિન્સના શોર્ટ બોલ પર પુલ મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, બોલ તેના બેટની ઉપરની ધાર લઈ સીધો હેલ્મેટ તરફ ગયો. પંત આઉટ પણ થઈ ગયો અને પેવેલિયન પરત ફરતી વખતે તેને પણ માથાનો દુ:ખાવો થયો હતો. આને કારણે પંત વિકેટકિપીંગમાં ઉતર્યો ન હતો અને કેલ રાહુલને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

તકેદારીના ભાગરૂપે ઋષભ પંતને બેંગલુરૂ વનડેમાંથી પણ બહાર રાખવામાં આવે તેવી શક્યતા છે.


ત્યારબાદ બીસીસીઆઈએ ટ્વીટર પર જાણકારી આપી હતી કે પંતને એક્સપર્ટના ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, હવે સમાચારોની પુષ્ટી થઈ ગઈ છે કે પંત રાજકોટ વનડે પણ નહીં રમે. પંતને બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર માટે મોકલવામાં આવશે. તકેદારીના ભાગરૂપે પંતને બેંગલુરૂમાં યોજાનાર ત્રીજી વનડેમાંથી પણ બહાર રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એમ.એસ.ધોની ટીમમાંથી બહાર છે અને તેમના સ્થાને ઋષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. ધોની વર્લ્ડકપ બાદ ટીમમાં સિલેક્ટ થયો નથી.


ટીમમાં બદલાવ નક્કી

પંતના ટીમમાંથી બહાર થવાના કારણે રાજકોટમાં ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવો નક્કી છે. પંતના સ્થાને છઠ્ઠા નંબરે કેદાર જાધવને સ્થાન મળી શકે છે. જાધવનો છઠ્ઠા નંબરે શાનદાર રેકર્ડ રહ્યો છે. જાધવે છઠ્ઠા નંબરે રમતા ખેલાડી તરીકે 50.63ની એવરેજથી 962 રન નોંધાવ્યા છે. જેમાં બે સદી બે ફિફ્ટીનો સમાવેશ થાય છે. આ નંબર પર તેમણે પોતાના વનડે કરિયરનો સર્વ શ્રેષ્ઠ સ્કોર પણ નોંધાવ્યો છે.
First published: January 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading