Home /News /sport /ઋષભ પંત ICU માં અને ઉર્વશી પાર્ટીમાં! આ પ્રેમ છે? તને કંઇ પડી છે કે નહીં? PHOTOS વાયરલ થતા જુઓ કોણ બોલ્યુ?

ઋષભ પંત ICU માં અને ઉર્વશી પાર્ટીમાં! આ પ્રેમ છે? તને કંઇ પડી છે કે નહીં? PHOTOS વાયરલ થતા જુઓ કોણ બોલ્યુ?

ઉર્વશી રૌતેલા ઋષભ પંત

RISHABH PANT URVASHI RAUTELA CONTROVERSY: ઋષભ પંત હોસ્પિટલમાં દાખલ છે ત્યારે કથિત એક્સ ગર્લફ્રેન્ડ ઉર્વશી રૌતેલાના ફોટોઝ વાયરલ થયા છે જેમાં તે પાર્ટી કરતી દેખાઈ રહી છે. આ PHOTOS જોઈને લોકો બરાબરના ભડક્યા હતા અને તેના આંસુમે મગરના આંસુ કહ્યા હતા.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે રિલેશનશીપની અફવાઑ બાદ બંનેના સંબંધને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચા જોવા મળતી હોય છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ રુષભ પંતના અકસ્માત બાદ હું પ્રાર્થના કરું છું એવુ લખીને એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટને લઈને લોકોએ ઘણી ચર્ચા કરી હતી.

તો હવે ફરીથી તેણી વિવાદમાં સપડાઇ છે. ઋષભ પંત હોસ્પિટલમાં દાખલ છે ત્યારે તેણી તૈયાર થઈને એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યાર પછી તેના ફોટોઝ અને વિડિયોઝ સામે આવ્યા હતા જેમાં તે પાર્ટી કરતી નજરે ચડી હતી.


ઉર્વશી ન્યુ યર પહેલા દુબઈ જવા રવાના થઈ હતી અને તેણી સાથે તેણીના માતાપિતા પણ જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા ઉર્વશીની માતાનો જન્મદિવસ પણ હતો. જેમાં તેણે પોતાની માતાને વિશ કર્યું હતું. વિડીયોમાં ઉજવણી થઈ રહી છે. જે જોઈને લોકો એ કહ્યું હતું કે આ તરફ ઋષભ હોસ્પિટલમાં છે અને ત્યાં પાર્ટી થઈ રહી છે. ઉર્વશી અને પરિવારજાણો આ વિડીયોમાં નાચતા જોવા મળ્યા હતા.

ઉર્વશી રૌતેલાએ અપલોડ કરેલા એક ફોટોમાં તેણી એક હોટ રેડ ડ્રેસમાં જોવા મળી હતી. જો કે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે તેઓ એકબીજાના પતિ પત્ની નથી અને હવે ઉર્વશીને પોતાને પોતાની લાઈફ એન્જોય કરવાનો હક છે.


ઉર્વશી રૌતેલા અને 'આરપી' (RP)નું કન્ફ્યુઝન જગજાહેર છે. ઉર્વશી અને ઈન્ડિયન ક્રિકેટર રુષભ પંતને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. ત્યારે, ગાસમાં ઋષભ પંત એક અકસ્માતનો શિકાર થયા છે અને તેને ઘણી ઈજા પણ થઈ છે. તેની સારવાર થઈ રહી છે અને ફેન્સ તે જલ્દી ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. બીજી તરફ, ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે. મગરની ડિઝાઈનવાળી જ્વેલરી સાથે તેણીના ફોટો જોઈને યુઝર્સ તેણીને ટ્રોલ કરી રહ્યા છે.


એક યુઝરનું કહેવું છે કે એક તરફથી ઋષભ પંત હોસ્પિટલમાં છે. બીજી તરફ, ઉર્વશીનો ફેશન શો ચાલી રહ્યો છે. ઉર્વશી રૌતેલાએ થોડા દિવસો પહેલા 'આરપી' શબ્દને લઈને ખૂબ જ કન્ફ્યુઝન ક્રિએટ કર્યુ હતું. બાદમાં, સ્પષ્ટતા આપતા ઉર્વશીએ કહ્યુ કે આરપી એટલે સાઉથ સ્ટાર રામ પોથિનેનીને જાણે છે. તેને નથી ખબર કે ક્રિકેટર ઋષભ પંતને પણ 'આરપી' કહેવામાં આવે છે. ઋષભના અકસ્માત બાદ પણ ઉર્વશીએ પોતાનો એક ફોટો શેર કરીને કેપ્શન આપ્યુ હતું 'પ્રેયિંગ'. તેના પર લોકો એ સમજી નથી શક્યા કે પીએમ મોદીની માતાના નિધન પર આવું કહી રહી છે કે ઋષભ પંત માટે.

ફેન્સનું આવ્યુ આવું રિએક્શન


ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે નવો ફોટો શેર કર્યો છે, તેમાં તેણી ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. જાંબલી રંગના સૂટની સાથે તેણીએ ક્રોકોડાઇલ જ્વેલરી પણ પહેરેલી છે. નેકપીસ, ઈયરિંગ, બ્રેસલેટ તમામમાં મગરની ડિઝાઈન જોવા મળી રહી છે.


ઉર્વશીએ જેવો આ ફોટો શેર કર્યો કે, તેના ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી સાથે તેણીના વખાણ કરી રહ્યા છે. વળી, ઋષભ પંતના ફેન્સને આ સારુ નથી લાગી રહ્યુ. એક ફેનએ ઉર્વશીના ફોટો પર લખ્યુ, 'ત્યાં અમારો ભાઈ હોસ્પિટસલમાં છે, અહીં ફેશન શો ચાલી રહ્યો છે.' વળી, બીજા યુઝરે પુછ્યુ, 'ઋષભ પંત કેમ છે ભાભીજી?'

આ પણ વાંચો: Rishabh Pant: ઉર્વશી રૌતેલાના મમ્મી પણ આવ્યા મેદાનમાં, સંબંધ અને અકસ્માતને લઈને કરી દીધી મોટી વાત

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર ક્રિકેટર રિષભ પંત માટે ટ્રોલ થાય છે. તેના અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે રિલેશનશીપ હોવાનું માનવમાં આવતું હતું. જો કે, આ વખતે અભિનેત્રીની માતા મીરા રૌતેલા ટ્રોલ થઈ છે, હવે તમે વિચારતા હશો કે હવે ફરીથી શું થયું? તો તમને જણાવી દઈએ કે મીરા રૌતેલાએ હાલમાં જ અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના માટે કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઋષભ પંતનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો જેમાં તે માંડ માંડ બચી ગયો હતો, હાલમાં ક્રિકેટર દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઉર્વશી અને ઋષભ પંતનું રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તેને ટ્રોલ કવરમાં આવતી હોય છે. મીરાની આ પોસ્ટ વિશે વાત કરીએ જે તેમણે ખાસ ઋષભ માટે લખી છે. મીરાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, 'એક તરફ સોશિયલ મીડિયાની અફવા અને બીજી તરફ સ્વસ્થ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તરાખંડનું નામ રોશન કરવું. સિદ્ધબલીબાબા તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. તમે બધા પણ પ્રાર્થના કરો'.
First published:

Tags: Bollywood actress, Rishabh pant, Urvashi Rautela