Home /News /sport /ઋુષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા આપી અપડેટ, ફોટો શેર કર્યો અને કહ્યું, બહાર બેસીને ખબર નહોતી પડી...
ઋુષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા આપી અપડેટ, ફોટો શેર કર્યો અને કહ્યું, બહાર બેસીને ખબર નહોતી પડી...
ઋુષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને ચાહકો માટે અપડેટ જાહેર કર્યું છે
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ચાહકો માટે પોતાની લેટેસ્ટ હેલ્થ અપડેટ લઈને આવ્યા છે. પંતે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે અને તેને કેપ્શન પણ આપ્યું છે. આ તસવીર અને કેપ્શન દ્વારા ફેન્સ ઋષભ પંતની રિકવરી વિશે અનુમાન લગાવી શકે છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઋુષભ પંત કાર અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેણે ચાહકો સાથે તેના સ્વાસ્થ્ય વિશે નવીનતમ અપડેટ શેર કરી છે. ઋુષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ચાહકોને તેના સ્વસ્થ થવાના સારા સમાચાર આપ્યા છે.
ઋુષભ પંતે એક તસવીર શેર કરી છે જ્યાંથી એક ઈમારત દેખાઈ રહી છે. જોકે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, ઋુષભ પંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કે નહીં. આવી સ્થિતિમાં, તે કહી શકાય નહીં કે તેણે આ લેટેસ્ટ તસવીર હોસ્પિટલમાંથી શેર કરી છે કે તેના ઘરેથી.
આ તસવીર જોઈને લાગે છે કે ઋષભ પંત બહાર બેસીને તાજી હવાનો આનંદ લઈ રહ્યો છે. આ તસવીર શેર કરતી વખતે પંતે એક કેપ્શન પણ લખ્યું છે. પંતનું આ કેપ્શન દર્શાવે છે કે તે ભયાનક કાર અકસ્માત પછી જીવનને અલગ દ્રષ્ટિકોણથી જોવાનું વિચારી રહ્યો હતો.
ઋષભ પંત તેની કાર અકસ્માત બાદ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને પોતાના વિશે અપડેટ્સ આપી રહ્યો છે. ઋુષભ પંતે આ તસવીરનું કેપ્શન આપ્યું છે , "ક્યારેય ખબર નહોતી કે, માત્ર બહાર બેસીને તાજી હવામાં શ્વાસ લેવાથી તમે ધન્યતા અનુભવશો." ઋુષભ પંતની આ પોસ્ટ તેના ચાહકોના ચહેરા પર સ્મિત લાવશે કારણ કે તે કહે છે કે, વિકેટકીપર-બેટ્સમેન ઝડપથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર