ઋષભ પંતની કારકિર્દીની ત્રીજી જ મેચમાં લાગી ગયું કલંક

News18 Gujarati
Updated: September 8, 2018, 2:37 PM IST
ઋષભ પંતની કારકિર્દીની ત્રીજી જ મેચમાં લાગી ગયું કલંક
ઋષભ પંતની કારકિર્દીની ત્રીજી જ મેચમાં લાગી ગયું કલંક

બાયના રન પંતના ખાતામાં જોડાઈ રહ્યા છે. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલો પંત અત્યાર સુધીના બાયના રૂપમાં 50થી વધારે રન આપી ચૂક્યો છે

  • Share this:
ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં આવ્યાને હજુ થોડા જ દિવસો થયા છે પણ દુર્ભાગ્ય તેનો પીછો છોડવાનું નામ લેતું નથી. ફાસ્ટ બોલરોની ભૂલનો ભાર પંતે પોતાના ઉપર લેવો પડી રહ્યો છે. આ શ્રેણીમાં ભલે ભારતના ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હોય પણ તેમણે ઘણા દિશાહીન બોલ પણ ફેક્યા છે, જેનું નુકસાન વિકેટકીપર ઋષભ પંતે ઉઠાવવું પડ્યું છે. ઘણી વખત બોલરો બોલને એટલા બહાર ફેકી દેતા હતા કે પંત ઇચ્છે તો પણ ચાર રન રોકી શકતો ન હતો.

બાય બચાવવામાં પંત થઈ રહ્યો છે ફેલ

બાયના રન પંતના ખાતામાં જોડાઈ રહ્યા છે. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલો પંત અત્યાર સુધીના બાયના રૂપમાં 50થી વધારે રન આપી ચૂક્યો છે. પાંચમી ટેસ્ટ પ્રથમ ઇનિંગ્સમાં તે 25 બાય આપી ચૂક્યો છે. પંતે 25 રન બાય આપ્યો હોય તેમ બીજ વખત બન્યું છે. આ પહેલા સાઉથટમ્પન ટેસ્ટાં પણ 25 કરતા વધારે બાય આપ્યા હતા.

ત્રીજી ટેસ્ટમાં જ શરમજનક રેકોર્ડની નજીક
વર્લ્ડ ક્રિકેટમાં આવી ઘટના ત્રણ જ વિકેટકીપરના કાર્યકાળમાં બની છે. સૌ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટર ગોડ્ફ્રે ઇવાંસે 19મી સદીમાં કારકિર્દીની 91 ટેસ્ટમાં બે વખત 25 કરતા વધારે રન બાયના આપ્યા હતા. આ મામલે સૌથી આગળ ઇંગ્લેન્ડનો વિકેટકીપર મેટ પ્રાયર છે. તેણે 79 ટેસ્ટમાં 3 વખત બાયના 25 કરતા વધારે રન આપી દીધા છે. જોકે પંત માટે ચિંતાની વાત એ છે કે તે શરૂઆતની ત્રણ ટેસ્ટમાં જ આ લિસ્ટમાં આવી ગયો છે. પંતે આ કલંક આગળ ન વધે તે માટે શાનદાર વિકેટકિપીંગ કરવી પડશે.
Published by: Ashish Goyal
First published: September 8, 2018, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading