Home /News /sport /Rishabh Pant: ઋષભ પંતનો ભયાનક અકસ્માત બાદ પહેલો મેસેજ, જુઓ સૌથી પહેલા કોનો ફોટો શેર કર્યો
Rishabh Pant: ઋષભ પંતનો ભયાનક અકસ્માત બાદ પહેલો મેસેજ, જુઓ સૌથી પહેલા કોનો ફોટો શેર કર્યો
Rishabh Pant Post: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ગંભીર અકસ્માત બાદ પ્રથમ મેસેજ શેર કર્યો છે. તેણે સર્જરી અને કરિયર અંગે કેટલીક મહત્વની વાતો આ પોસ્ટમાં લખી છે.
Rishabh Pant Post: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ગંભીર અકસ્માત બાદ પ્રથમ મેસેજ શેર કર્યો છે. તેણે સર્જરી અને કરિયર અંગે કેટલીક મહત્વની વાતો આ પોસ્ટમાં લખી છે.
Rishabh pant Car Accident : ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ગયા મહિને તેની આઘાતજનક કાર અકસ્માત બાદથી હોસ્પિટલમાં હતો. ત્યાર પછીથી તેની રિકવરી અને સર્જરી અંગે સતત મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે. તો બીજી તરફ તેના વાપસી અને સર્જરીને લઈને અલગ-અલગ રિપોર્ટ્સમાં અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, ક્રિકેટરના સ્વસ્થ્યને લઈને સાચી માહિતી ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે રિષભ પંતે પોતે તેના સ્વાસ્થ્ય અને સર્જરી અંગે અપડેટ આપી છે. ઋષભ પંતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર નોટ શેર કરી
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે, જેમાં તેણે પોતાના સ્વાસ્થ્ય અને સર્જરી વિશે જણાવ્યું છે. આ સાથે તેણે આ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ તમામનો આભાર પણ માન્યો છે. ઋષભ પંતે પંતે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “હું દરેકના સપોર્ટ અને શુભેચ્છાઓ માટે કૃતજ્ઞ અને આભારી છું. વધુમાં તેણે લખ્યું હતું કે તેની સર્જરી પણ સફળ થઈ છે.
આ પોસ્ટ સિવાય ઋષભ પંતે એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે સ્પાઇડરમેનનું એક ટેબલ પીસ શેર કર્યું છે. જેમાં આવેન્જર્સ એવું લખેલું છે.
rishabh pant spider man
આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “હું ખૂબ જ પોઝિટિવ છું અને આજકાલ ઘણું સારું અનુભવું છું. આ મુશ્કેલ સમયમાં તમારા સપોર્ટ અને પોઝિટિવ એનર્જી માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.
રિષભ પંતે પણ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં સ્પાઈડરમેનની મુર્તિ પણ શેર કરી છે. આ શેર કરતી વખતે પંતે 3 શબ્દો લખ્યા છે - થેન્કફૂલ, ગ્રેટફૂલ અને બ્લેસ્ડ. ઉલ્લેખનીય છે કે ઋષભ પંતનો અકસ્માત થયા બાદ લોકો સતત તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હવે તેના ફેંસને પણ આ સમાચાર જાની ઘણી રાહત થઈ હશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર