પંતે એક ઓવરમાં ફટકાર્યા 18 રન, 2018માં બની ગયો સિક્સર કિંગ

News18 Gujarati
Updated: December 9, 2018, 12:16 PM IST
પંતે એક ઓવરમાં ફટકાર્યા 18 રન, 2018માં બની ગયો સિક્સર કિંગ
પંતે એક ઓવરમાં ફટકાર્યા 18 રન, 2018માં બની ગયો સિક્સર કિંગ

પંત હજુ છઠ્ઠી જ ટેસ્ટ રમી રહ્યો છે અને તેના નામે 14 સિક્સરો થઈ ગઈ છે. બીજી તરફ 74 ટેસ્ટ રમેલા કોહલીના નામે હજુ 18 સિક્સરો જ છે

  • Share this:
રિષભ પંતના રમવાનો અંદાજ આક્રમક છે. તે આવતા જ ફટકાબાજી શરુ કરી નાખે છે. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 38 બોલમાં 25 રન અને બીજી ઇનિંગ્સમાં 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં પંત નાથન લાયનના બોલ પર આઉટ થયો હતો. જોકે બીજી ઇનિંગ્સમાં તે રંગમાં જોવા મળ્યો હતો. તેણે લાયનને જ નિશાન બનાવ્યો હતો અને તેની એક ઓવરમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 18 રન ફટકાર્યા હતા. જોકે પંત વધારે ટકી શક્યો ન હતો અને 28 રન બનાવી આઉટ થયો હતો. આ ઇનિંગ્સ દરમિયાન પંતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

પંતે પ્રથમ ઇનિંગ્સમાં એક સિક્સર ફટકારી હતી અને બીજી ઇનિંગ્સમાં પણ એક સિક્સર ફટકારી હતી. આ સાથે જ પંતના નામે 2018માં ટેસ્ટમાં 14 સિક્સરો થઈ ગઈ છે. તે સિક્સરો ફટકારવાના મામલે ઇંગ્લેન્ડના સેમ કરેન સાથે પ્રથમ નંબરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો - પંતે કર્યા અડધાથી વધારે કેચ, ધોનીના રેકોર્ડની કરી બરાબરી

પંત હજુ છઠ્ઠી જ ટેસ્ટ રમી રહ્યો છે અને તેના નામે 14 સિક્સરો થઈ ગઈ છે. બીજી તરફ 74 ટેસ્ટ રમેલા કોહલીના નામે હજુ 18 સિક્સરો જ છે. જોકે ટેસ્ટમાં સિક્સરો વધારે મહત્વની નથી પણ ધીરજથી બેટિંગ કરનાર બેટ્સમેનને શાનદાર માનવામાં આવે છે.

પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં ભારત 307 રનમાં ઓલઆઉટ થયા ઓસ્ટ્રેલિયાને 323 રનનો પડકાર મળ્યો છે.
First published: December 9, 2018, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading