પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંતને મળ્યું સ્થાન

News18 Gujarati
Updated: July 18, 2018, 3:21 PM IST
પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંતને મળ્યું સ્થાન

  • Share this:
ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી પૈકીની પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ભુવનેશ્વર કુમારને ઈજાને કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી. તે ટીમ ઇન્ડિયાની સાથે જ રહેશે. બીજી તરફ જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે. પહેલા એમ માનવામાં આવતું હતું કે ઈજાને કારણે તેને ટેસ્ટમાં તક મળશે નહીં. બુમરાહને આયરલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં આંગળીમાં ઈજા પહોંચી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.

ઇંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણી ન રમનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-સુકાની), કરુણ નાયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા. ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.
First published: July 18, 2018, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading