Home /News /sport /એએએ..... આંખના પલકારામાં ફૂટબોલના દડાની જેમ ફંગોળાઈ ઋષભ પંતની કાર, જુઓ CCTV ફૂટેજ

એએએ..... આંખના પલકારામાં ફૂટબોલના દડાની જેમ ફંગોળાઈ ઋષભ પંતની કાર, જુઓ CCTV ફૂટેજ

આટલી ઝડપે દોડી રહી હતી ઋષભની કાર જુઓ વીડિયો

ઋષભ પંતની કારનો આ અકસ્માત સવારે 5.30 કલાકે થયો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર સાથે અથડાઈને ફૂટબોલના દડાની જેમ ફંગોળાઈ હતી અને સામેલની લેનમાં જઈને પડ્યા પછી તેમાં આગ લાગી ગઈ હતી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ (Rishabh Pant Car Accident) થયો હતો. ઉત્તરાખંડના રૂરકીમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ક્રેશ થઈ ગઈ. આ અકસ્માત સવારે 5.30 કલાકે થયો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ એ છે કે આ અકસ્માતમાં રિષભ પંતનો પગ તૂટી ગયો છે. તેને અન્ય સ્થળોએ પણ ગંભીર ઈજાઓ થઈ છે. માર્ગ અકસ્માતમાં ઋષભ પંતના જમણા પગનું લિગામેન્ટ તૂટી ગયું છે. તેને માથામાં પણ ઈજા થઈ છે. કારમાં લાગેલી આગને કારણે પીઠ પર દાઝી જવાના નિશાન પણ દેખાઈ રહ્યા છે. આખા શરીરના એમઆરઆઈ બાદ તમામ ઈજાઓની વિગતો બહાર આવશે.



હવે અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મર્સિડીઝ બેન્ઝ જીએલ કાર આગની લપેટમાં સળગી રહેલી જોવા મળી રહી છે. અકસ્માત બાદ રિષભ પંતની કાર સળગી રહી હતી, જ્યારે વાહનો બીજી લેનમાંથી પસાર થતા રહ્યા હતા. આ દરમિયાન કોઈએ અકસ્માતનો વીડિયો બનાવી લીધો. આ પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે ઋષભની ​​પીઠ દાઝી ગઈ છે. પગ અને માથામાં ઈજા છે. ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Rishabh Pant Car Accident: બસ એક ઝોલું આવ્યું અને...., ઋષભ પંતે જણાવ્યું કઈ રીતે થયું એક્સિડેન્ટ

રિષભ પંતની કાર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખૂબ જ ઝડપે ડિવાઈડર તોડીને કાર પલટી ગઈ. કારની ઝડપ એટલી ઝડપથી દેખાય છે કે તે આંખના પલકારામાં ગાયબ થઈ ગઈ. કારની ઝડપ પરથી અંદાજ લગાવી શકાય છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી કેટલી ઝડપથી તે ઉછળી હશે અને ઋષભ પંત કંઈ પણ સમજે તે પહેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હશે.


પોલીસના અહેવાલ મુજબ ઋષભ પંત મર્સિડિઝ બેન્ઝ GL કાર ચલાવી રહ્યો હતો. આ કારમાં એકલો જ સવાર હતો અને તેની કાર સૌથી પહેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે તેના પગમાં ફેક્ચર થઈ ગયું હતું. પ્રાપ્ત હેવાલ મુજબ આ અકસ્માતમાં પંતને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ પીઠના ભાગે પણ તેને ગંભીર ઈજાઓ થઈ છે. અહેવાલ મળી રહ્યા છે કે પંતની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી શકે છે.
First published:

Tags: Horrific road accident, Mercedes Benz, Rishabh pant, Team india