દિલ્હી માટે જે સહેવાગ-ગંભીર ન કરી શક્યા, તે 20 વર્ષના ખેલાડીએ કરી બતાવ્યું

News18 Gujarati
Updated: May 19, 2018, 3:04 PM IST
દિલ્હી માટે જે સહેવાગ-ગંભીર ન કરી શક્યા, તે 20 વર્ષના ખેલાડીએ કરી બતાવ્યું

  • Share this:
આઈપીએલ માટે દિલ્હીના બે દબંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર જે કરિશ્મા કરી શક્યા નહતા તે એક 20 વર્ષના એક યુવાન ખેલાડીએ કરીને બતાવ્યું છે.

દિલ્હી ડેયરડેવિલ્સના વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંત આઈપીએલની એક સિઝનમાં દિલ્હી માટે 600 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. પંતે શુક્રવારે ફિરોજશાહ કોટલા મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ રમાયેલ મેચમાં 26 બોલમાં 38 રન બનાવ્યા અને પોતાની ટીમ એક સિઝનમાં 600 રન બનાવવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.

દિલ્હી માટે એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ આનાથી પહેલા ગૌતમ ગંભીરના નામે હતો, જેને 2008માં 14 મેચોમાં 41.07ની એવરેજથી 534 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ ત્રીજા નંબર પર છે. સહેવાગે 2012માં દિલ્હી માટે 16 મેચોમાં 33.00ની એવરેજથી 495 રન બનાવ્યા હતા, જેમાં પાંચ અર્ધશતક સામેલ છે.રિષભ પંત આઈપીએલની 11મી સિઝનમાં અત્યાર સુધી 31 સિક્સ ફટકારી ચૂક્યો છે. પંતે આ સિઝનમાં 28, 47, 43, 85, 04, 04, 00, 79, 69, 18, 128, 61, 38 રનોની ઈનિંગ રમી છે. વિકેટકિપર બેટ્સમેન પંતે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ 63 બોલમાં 15 ફોર અને સાત સિક્સની મદદથી 128 રનની અણનમ ઈનિંગ રમી હતી, જે ટી-20 ફોર્મેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી સૌથી ફાસ્ટ સદી છે.

20 વર્ષના પંતે આઈપીએલમાં અત્યાર સુધી 37 મેચ રમી છે, જેમાં તેને 34.80ની એવરેજથી 1184 રન બનાવ્યા છે. આમાં એક શતક અને સાત અર્ધશતક સામેલ છે.
First published: May 19, 2018, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading