પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને મળશે પ્લેઇંગમાં ઇલેવનમાં સ્થાન? જાણો શું કહે છે આંકડા

News18 Gujarati
Updated: July 24, 2018, 7:07 PM IST
પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને મળશે પ્લેઇંગમાં ઇલેવનમાં સ્થાન? જાણો શું કહે છે આંકડા

  • Share this:
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ત્રણ ટેસ્ટ માટે 18 સભ્યોની ટીમ ઇન્ડિયામાં રિષભ પંત અને દિનેશ કાર્તિક એમ બે વિકેટકિપરોનો સમાવેશ કરાયો છે. રિદ્ધિમાન સાહા ઇજાગ્રસ્ત થતા દિનેશ કાર્તિકનું પુનરાગન થયું છે. જ્યારે રિષભ પંતે હાલમાં જ ઇંગ્લેન્ડ-એ સામે ધમાકેદાર પ્રદર્શન કરતા પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ બધા વચ્ચે એ સવાલ થાય કે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં રિષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કયા વિકેટકિપરને સ્થાન મળશે? આંકડા શું કહે છે તેના પર એક નજર.

2007માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં આવ્યો હતો કાર્તિક
દિનેશ કાર્તિકે અત્યાર સુધી 24 ટેસ્ટ મેચમાં 27.13ની એવરેજથી 1004 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટ પ્રમાણે તેની એવરેજ ખાસ નથી. જોકે ઇંગ્લેન્ડની ધરતી ઉપર તેનો રેકોર્ડ ઘણો સારો છે. તે અંતિમ વખત ઇંગ્લેન્ડમાં 2007માં આવ્યો હતો. આ દરમિયાન તેણે 3 મેચમાં 48.33ની એવરેજથી 263 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 91 રન હતો.

દિનેશ કાર્તિક


આ સિવાય દિનેશ કાર્તિકે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને લાંબી ઇનિંગ્સ રમતા જોયો નથી. તેથી તે પંતની સામે પોતાનો દાવો કરી શકશે નહીં તે કહેવું મુશ્કેલ છે, કારણ કે પંત છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

રિષભ પંતને મળ્યું દ્રવિડનું સમર્થનરિષભ પંતને અંડર-19 ટીમના કોચ રાહુલ દ્રવિડનું સમર્થન મળી રહ્યું છે. દ્રવિડે પંત વિશે કહ્યું હતું કે પંતે બતાવ્યું છે કે તે દરેક પરિસ્થિતિમાં અલગ અંદાજમાં બેટિંગ કરી શકે . 2017-18ની સિઝનમાં તેણે 900થી વધારે રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 100થી ઉપરની રહી હતી. આ પછી આઈપીએલમાં જઈને અલગ અંદાજમાં બેટિંગ કરી હતી. તેથી આશા છે કે ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ શાનદાર પ્રદર્શન કરશે.

રિષભ પંત


પંતનું ઇંગ્લેન્ડમાં પ્રદર્શન
પંતે ઇંગ્લેન્ડ અનઓફિશયલ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 67*, 58 અને 61 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે જ્યારે ટીમને જરૂર હતી ત્યારે આ ઇનિંગ્સ રમી હતી. જો તેનો પ્રથમ ટેસ્ટમાં સમાવેશ થયો તો તે મિડલ ઓર્ડરમાં ઉપયોગી બની શકે છે.

વિકેટકિપિંગની વાત કરવામાં આવે તો અનુભવ મામલે દિનેશ કાર્તિક પંતથી ઘણો આગળ છે.
First published: July 24, 2018, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading