બોલ ટેમ્પરિંગ પછી ઓસ્ટ્રેલિયા ટીમના પહેલા પ્રવાસ પર સાથે જશે રિકી પોન્ટિંગ

News18 Gujarati
Updated: June 7, 2018, 8:14 PM IST
બોલ ટેમ્પરિંગ પછી ઓસ્ટ્રેલિયા ટીમના પહેલા પ્રવાસ પર સાથે જશે રિકી પોન્ટિંગ

  • Share this:
બોલ ટેમ્પરિંગ વિવાદ પછી ઓસ્ટ્રેલિયા ટીમના પ્રથમ વિદેશી પ્રવાસ પર પૂર્વ કેપ્ટન રિકી પોઈન્ટિંગને પણ સપોર્ટ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વનડે અને એક ટી20 મેચ રમવા માટે ઈંગ્લેન્ડ માટે રવાના થશે. આ પ્રવાસ 13 જૂનથી શરૂ થશે. આ દરમિયાન રિકી પોન્ટિંગ પોતાના જુના સાથીદાર અને કંગારૂ ટીમના હેડ કોચ જસ્ટિસ લેંગર સાથે મળીને ટીમનું કામ સંભાળશે. પોન્ટિંગ આનાથી પહેલા બે વખત ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમના આસિસ્ટેન્ટ કોચના રૂપમાં કામ કરી ચૂક્યાં છે.

પોન્ટિંગની નિયુક્તિ પર પ્રતિક્રિયા આપે છે કોચ જસ્ટિન લેંગરનું કહેવું છે કે, પોન્ટિંગના અનુભવથી ટીમના ખેલાડીઓને ખુબ ફાયદો થશે. પોન્ટિંગ આવનાર વર્ષ થનાર વર્લ્ડકપ માટે ટીમને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

પોન્ટિંગ હાલમાં જ કોચ અને મેન્ટરના રૂપમાં આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ સાથે જોડાયો હતો પરંતુ આ સિઝનમાં તેમની ટીમે ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. હવે તે જોવાનું કહ્યું કે, ઓસ્ટ્રેલિયાન ટીમ માટે કેટલો ફાયદો મળે છે.
First published: June 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading