Home /News /sport /ચાલુ મેચમાં દિગ્ગજ ક્રિકેટરની તબિયત લથડી! છાતીમાં દુઃખાવો ઊપડતાં હોસ્પિટલ ભેગો કરાયો

ચાલુ મેચમાં દિગ્ગજ ક્રિકેટરની તબિયત લથડી! છાતીમાં દુઃખાવો ઊપડતાં હોસ્પિટલ ભેગો કરાયો

રિકી પોંટિંગની તબિયત લથડી

Ricky ponting Fell sick: પર્થમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિયા (AUS vs WI Test Match) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન રિકી પોન્ટિંગને હોસ્પિટલ (Ricky Ponting Hospitalize)માં લઈ જવામાં આવ્યા છે. રિકી પોન્ટિંગ પર્થમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી જે સમાચાર સામે આવી રહ્યા છે, તે મુજબ પોન્ટિંગની તબિયત (Ricky Ponting Health Update) પર કોઇ વધારે ખતરો નથી. હાલ તેની તબિયત સ્થિર છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    મેડિકલ ટીમ તાત્કાલિક આવી એક્શનમાં

    પોન્ટિંગને મેચના ત્રીજા દિવસે લંચના સમયે છાતીમાં દુખાવો થતો હતો. તેણે તેની સાથે કામ કરતા લોકોને કહ્યું કે તેની તબિયત સારી નથી અને સાવચેતીના ભાગ રૂપે તે હોસ્પિટલમાં જવા માંગે છે. આ વાત કરતા જ ત્યાંની મેડિકલ ટીમ તરત એક્શનમાં આવી ગઈ અને આ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: પાકિસ્તાનનાં આ બોલરને ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ બેરહેમીથી ઝૂડયો, એક જ દિવસમાં આપી દીધા 160 રન

    ઓસ્ટ્રેલિયાને અપાવ્યા 2 વર્લ્ડકપ

    પોન્ટિંગ માત્ર એક મહાન બેટ્સમેન જ નહીં, પરંતુ એક મહાન કેપ્ટન પણ હતો. તેમની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007ના વન-ડે વર્લ્ડકપના ટાઇટલ જીત્યા હતા. પોન્ટિંગે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ રહ્યો. તેણે 77 ટેસ્ટમાં 48 વખત ઓસ્ટ્રેલિયાને વિજેતા બનાવ્યું હતું. જમણા હાથના આ બેટ્સમેને 168 ટેસ્ટ, 375 વન-ડે અને 17 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કુલ 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. પોન્ટિંગે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોચિંગમાં તેની બીજી ઈનિંગ શરુ કરી હતી અને હાલમાં તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સને ટ્રિક્સ શીખવી રહ્યો છે.



    બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર

    મેચના બીજા દિવસે કાંગારુ ટીમે 598 રનના સ્કોર પર પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી. જવાબમાં વિન્ડિઝે બીજા દિવસની રમતના અંત સુધી કોઈ વિકેટ ગુમાવી નહતી. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઈનિંગમાં માર્નસ લાબુસ્ચાગ્ને (204) અને સ્ટીવ સ્મિથ (અણનમ 200) બંનેએ બેવડી સદી ફટકારી હતી. હવે ત્રીજા દિવસે જંગી સ્કોરની સામે કેરેબિયન બેટ્સમેનો કેટલો સંઘર્ષ કરી શકે છે, તે જોવાનું રહેશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Ricky ponting, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन