પુરૂષ નથી, મહિલા છે આ વેટલિફ્ટર, એરપોર્ટ પર કોઈ માનવા તૈયાર નહીં, થયું ખુબ અપમાન

News18 Gujarati
Updated: October 18, 2020, 5:43 PM IST
પુરૂષ નથી, મહિલા છે આ વેટલિફ્ટર, એરપોર્ટ પર કોઈ માનવા તૈયાર નહીં, થયું ખુબ અપમાન
રશિયાની એક ચેમ્પિયન પાવરલિપ્ટર અન્ના તુરાએવા

એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન રોકવામાં આવી અને પર્સનલ પ્રશ્નો કરવામાં આવ્યા. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, મે તેમને કહ્યું કે, મારા પાસપોર્ટમાં લખ્યું છે કે હું એક મહિલા છું ,તેમણે મને ચેક પોઈન્ટથી આગળ ન જવા દીધી

  • Share this:
રશિયા: રશિયાની એક ચેમ્પિયન પાવરલિપ્ટર અન્ના તુરાએવાએ એક દિલ દુખે તેવી કહાની શેર કરી છે. તેમાં તેણે કહ્યું કે, કેવી રીતે તેને એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન રોકવામાં આવી અને પર્સનલ પ્રશ્નો કરવામાં આવ્યા, જેથી સાબિત થઈ શકે કે તે વાસ્તવમાં એક મહિલા છે. છ વખત પાવરલિફ્ટીંગ ચેમ્પિયન અને આઠ વખત યૂરોપીય પાવરલિફ્ટીંગ ચેમ્પિયન 42 વર્ષિય તુરાએવાને સેન્ટ પીટસબર્ગથી પોતાના ગૃહ શહેર ક્રાસ્નોડારની એક વિમાન યાત્રા દરમિયાન ખુબ અપમાનનો અનુભવ કરવો પડ્યો છે.

આ રશિયન એથલીટે જણાવ્યું કે, જ્યારે તે એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે પહોંચી તો સુરક્ષા કર્મચારીઓએ માન્યું કે, તે એક પુરૂષ છે, જે મહિલા હોવાનું નાટક કરી રહી છે. એને ત્યારબાદ તેની લૈંગીક ઓળખ સ્થાપિત કરવા માટે તેને અનેક પ્રકારના પર્સનલ પ્રશ્નો કરવામાં આવ્યા. વર્ષો સુધી બોડીબિલ્ડીંગ અને પાવરલિફ્ટીંગ વગેરે કરવાના કારણે અન્ના તુરાએવાના શરીરનું સ્ટ્રક્ચર મોટાભેગા પુરૂષ જેવું દેખાય છે. પરંતુ તે પોતાને 100 ટકા મહિલા માને છે, અને તે વારંવાર એરપોર્ટ પર કર્મચારીઓને સમજાવતી રહી કે તેનું જેન્ડર સાબિત કરવાનું કહેવું ખોટી વાત છે, ખાસકરીને આ સ્પષ્ટ રીતે પાસપોર્ટ પર લખેલું છે.

પર્સનલ પ્રશ્ન પુછીને કરવામાં આવ્યું અપમાન

અન્ના તુરાએવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મે તેમને કહ્યું કે, મારા પાસપોર્ટમાં લખ્યું છે કે હું એક મહિલા છું ,તેમણે મને ચેક પોઈન્ટથી આગળ ન જવા દીધી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, આ ખુબ અપમાનજનક હતું. લાઈનમાં ઉભા રહેલા અન્ય લોકોની સામે મને બાળકની જેમ ધમકાવવામાં આવી. મને પર્સનલ પ્રશ્નો પુછવામાં આવ્યા. મને પુછવામાં આવ્યું કે, જિંદગી અને બેડમાં તમને રૂચિ કઈં બાબતમાં છે. તમામ લોકો આ અરાજકતાને જોઈ રહ્યા હતા, અને હું વધારે લાચાર અનુભવી રહી હતી.

આખરે વિમાનમાં સવાર થવાની મંજૂરી મળી

અન્નાએ લખ્યું કે, તેમણે શાંતિપૂર્વક અને વિનમ્રતાની સાથે એ સમજવાની કોશિશ કરી કે, તે મહિલા છે. અને ખુબ સારી ચર્ચા બાદ આખરે તેને વિમાનમાં સવાર થવાની મંજૂરી આપવામાં આવી. જોકે, બાદમાં તેમણે યૂટિયર ાનમની આ એરલાઈન પર જબરદસ્ત ગુસ્સો કાઢ્યો અને તેમની સાથેના વ્યવહાર દરમિયાન જે પણ કઈ ખોટુ થયું હતું, તેના પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી.એથલીટે પોસ્ટમાં લખ્યું કે, મે મારી પુરી જવાનીમાં મારા દેશ માટે લોહી-પરસેવો આપ્યો, એટલા માટે નહીં કે મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે. યૂટિયરે પણ આ મામલે માફી માંગવામાં મોડુ નથી કર્યું અને માન્યું કે, આવી સુવિધા સ્વીકાર ના થઈ શકે. પરંતુ, યૂટિયરની છબીને નુકશાન તો થઈ ગયું હતું.
Published by: kiran mehta
First published: October 18, 2020, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading