રમત-જગત

  • associate partner

ધોની પર આવ્યા મોટા સમાચાર, લૉકડાઉન ખતમ થયા પછી આ ટૂર્નામેન્ટમાં રમશે!

News18 Gujarati
Updated: April 22, 2020, 3:16 PM IST
ધોની પર આવ્યા મોટા સમાચાર, લૉકડાઉન ખતમ થયા પછી આ ટૂર્નામેન્ટમાં રમશે!
ધોની પર આવ્યા મોટા સમાચાર, લૉકડાઉન ખતમ થયા પછી આ ટૂર્નામેન્ટમાં રમશે!

માહી મેદાનમાં ઉતરવા માટે આતુર જોવા મળી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના (Indian Team)પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ના પ્રશંસકો માટે સારા સમાચાર છે. દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ભલે જુલાઇ પછી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ના હોય પણ માહી મેદાનમાં ઉતરવા માટે આતુર જોવા મળી રહ્યો છે. આઈપીએલની 13મી સિઝન (Indian Premier League) કોરોના વાયરસના(Coronavirus) કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ પછી હવે ધોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં (Syed Mushtaq Ali T20 Trophy)રમે તે વાત જોર પકડી રહી છે.

ધોનીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની પોતાની ઇચ્છા વિશે ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન સાથે વાત કરી છે. જે અંતર્ગત લોકડાઉન ખતમ થયા પછી નિર્ણય લઈ શકે છે. ઝારખંડ ક્રિકેટ એસોસિયેશનના એક અધિકારીએ સ્પોર્ટ્સકીડાને બતાવ્યું કે ધોની હાલ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના ઇન્ટરનેશનલ કોમ્પલેક્સમાં ટ્રેનિંગ કરી રહ્યો છે અને તે સતત રાજ્ય અસોસિયેશન સાથે સંપર્કમાં છે. 38 વર્ષના ધોનીએ 2007માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે તે ઝારખંડ તરફથી ચાર મેચ રમ્યો હતો. જેમાં 61.50ની એવરેજથી 123 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - વિરાટ પર ગુસ્સે થઈ અનુષ્કા, કહ્યું - એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે, Videoએ મચાવી ધૂમ

ધોની આઈપીએલ 2020માં (IPL 2020) ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super kings) તરફથી રમવા ઉતરવાનો હતો. જોકે કોરોનાના કારણે હાલ ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. સુત્રોના મતે ધોનીએ આ વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં પ્રસ્તાવિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાજ્ય ક્રિકેટ એસોસિયેશને તેની સામે પ્રસ્તાવ રાખ્યો હતો, આ પછી તેણે ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે તે અંતિમ નિર્ણય લોકડાઉન ખતમ થયા પછી કરશે. ધોની આગામી વર્ષે પણ આઈપીએલમાં રમે તે લગભગ નક્કી છે. સીએસકેના ટીમ માલિક એન.શ્રીનિવાસન પણ આ વાતની પૃષ્ટી કરી ચૂક્યા છે.
First published: April 22, 2020, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading