Home /News /sport /

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન, મેદાનમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન, મેદાનમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

આ વખતે આઈપીએલનું આયોજન ફક્ત મુંબઈમાં થશે

IPL 2022 - કોરોના વાયરસના (Coronavirus)કારણે મેદાનમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં

    નવી દિલ્હી : આઈપીએલ-2022નું (IPL-2022)આયોજન ભારતમાં જ થશે. જોકે કોરોના વાયરસના (Coronavirus)કારણે મેદાનમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. દર્શકો વગર મેચનું આયોજન કરવામાં આવશે. કોરોનાના કારણે આઈપીએલ-2020નું (IPL)આયોજન યૂએઈમાં (UAE)કરવામાં આવ્યું હતું. આ સિવાય ગત વર્ષે પ્રથમ તબક્કા ભારતમાં યોજાઇ હતી પછી લીગને યૂએઈમાં (Mumbai)લઇ જવામાં આવી હતી.

    સમાચાર એજન્સી એએનઆઈને બીસીસીઆઈના સૂત્રોએ આઈપીએલનું આયોજન ભારતમાં જ કરાવવાની પૃષ્ટી કરી છે. આ વખતે આઈપીએલનું આયોજન ફક્ત મુંબઈમાં થશે. મુંબઈના વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મેચ રમાશે. જો જરુર પડી તો પૂણેમાં મેચો રમાશે.

    આ વખતે આઈપીએલ મેગા હરાજી માટે 1200થી વધારે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી છે. હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે. ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર, શિખર ધવન, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, આવેશ ખાન સિવાય ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને IPL ની આગામી મહિને યોજાનાર હરાજીમાં શીર્ષ ડ્રો માં રાખવાની સંભાવના છે.

    આ પણ વાંચો - Anushka sharma થઈ ભાવુક, 'મેં તારી સાથે બેસીને તારી આંખોમાં આંસુ જોયા છે..'

    10 ટીમોએ 33 ખેલાડીઓને કર્યા રિટેન

    ખેલાડીઓની હરાજી પહેલા વિભિન્ન ટીમે કુલ 33 ખેલાડીઓને રિટેન કર્યા છે. વર્તમાન આઈપીએલની ફ્રેન્ચાઇઝીએ કુલ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોની, મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં વિરાટ કોહલી સામેલ છે. આઈપીએલની બે નવી ટીમોએ છ ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં હાર્દિક પંડ્યાને અમદાવાદ અને કેએલ રાહુલને લખનઉ ફ્રેન્ચાઇઝીના કેપ્ટન બનાવ્યા છે. કેએલ રાહુલને લખનઉએ 17 કરોડ, જ્યારે હાર્દિક પંડ્યાને અમદાવાદે 15 કરોડ રૂપિયા આપ્યા છે.

    અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન બંનેને 15-15 કરોડમાં ખરીદ્યા

    અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન બંનેને 15-15 કરોડમાં ખરીદ્યા છે. આ સાથે શુભમન ગીલની પણ પસંદગી કરવામાં આવી છે. ગીલ અગાઉ કોલકત્તા નાઇટરાઇડર્સમાં હતો જ્યારે રાશિદ સનરાઇઝર્સમાં હતો. ગીલને રૂપિયા આઠ કરોડમાં ખરીદવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાએ કેપ્ટન બનવા પર પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું નવી ટીમ અંગે ખૂબ ઉત્સાહિત છું, ટીમ મેનેજમેન્ટે મને કેપ્ટન બનાવ્યો તે મારા સન્માનની વાત છે. રાશિદ અને શુભમનનો સવાલે છે ત્યાં સુધી હું બંનેને નજીકથી ઓળખું છું. બંને ખેલાડીઓનું સ્વાગત છે. તેમના આવવાથી ટીમ મજબૂત બનશે.'
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, IPL 2022

    આગામી સમાચાર